દિવાળીના તહેવાર ટાણે જ રેશનિંગ દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, મંત્રી કુંવરજી બાવળિયાએ આપી આ ચિમકી


  • Published By :
  • Published Date : 2023-11-01 15:12:25

રાજ્યના  17 હજાર કરતા વધારે રેશનિંગ દુકાનદારો આજથી રાજ્યવ્યાપી હડતાલ પર ઉતર્યા છે. કમિશન વધારવા સહિતની વિવિધ માગોને લઈ વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સસ્તા અનાજના દુકાનદારોને સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને લઇ હડતાલ પર છે.સસ્તા અનાજના દુકાનદારો ની હડતાળ સામે સરકાર હવે સરકારે પણ બાયો ચઢાવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી. સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે.


શા માટે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું?


ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે શહેર જિલ્લા ની 800 દુકાનો હડતાળના કારણે બંધ છે.તહેવાર ટાણે 3 લાખ થી વધુ લોકોને મફત અનાજ નહીં મળે. સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોએ મહિના પહેલાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરી હતી ત્યારે પુરવઠા વિભાગે રૂ.20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટે બાંહેધરી આપી હતી, પરંતુ શરત મુજબ કમિશન ન મળતા અમદાવાદના 800 સહિત રાજ્યના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી 20 હજાર કમિશન નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને નિર્ણય કર્યો છે.


 કુંવરજીભાઈ બાવળિયાએ આપી ચેતવણી


અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયું ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈ પણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.