પદ્મ પુરસ્કારોથી 106 લોકો થયા સન્માનિત, એવોર્ડ વિજેતાઓને શું મળે છે સરકારી લાભ?, જાણો


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-01-26 18:43:24

કેન્દ્ર સરકારે વર્ષ 2023ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આજે પ્રજાસત્તાક દિને કુલ 106 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાંથી પણ સાતને મરણોપરાંત આ સન્માન મળ્યું છે. આ પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ સ્વાભાવિક રીતે જ એ સવાલ થાય કે આ પદ્મ પુરસ્કાર વિજેતાઓને શું સરકારી લાભ મળે છે અને એવોર્ડની સાથે શું આપવામાં આવે છે?


દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન


પદ્મ ભુષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન દર વર્ષે પોતાના ક્ષેત્રમાં અસાધરણ સિધ્ધી મેળવનારા ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. પદ્મશ્રીની શરૂઆત વર્ષ 1954થી થઈ હતી, ત્યાર બાદ 1978, 1979 અને 1993 થી 1997 વચ્ચે ટુંકા વિક્ષેપ બાદ પ્રતિવર્ષ તેની જાહેરાત પ્રજાસત્તાકના દિવસે કરવામાં આવે છે.   



પદ્મ વિભૂષણ - તે અસાધરણ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે

પદ્મ ભૂષણ - અત્યંત વિશિષ્ટ સેવા માટે એનાયત

પદ્મશ્રી - વિશિષ્ટ સેવા માટે એનાયત


આ પુરસ્કાર સરકારી કર્મચારીઓને આપવામાં આવતો નથી, પરંતુ તેમને તેમના અંગત કામ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવી શકે છે.



એવોર્ડ આપવાની પ્રક્રિયા શું છે?


પદ્મ પુરસ્કારોની ભલામણ રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલયો અથવા વિભાગો તેમજ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત તમે આ એવોર્ડ માટે જાતે અરજી કરી શકો છો. આ પછી એક સમિતિ આ નામો પર વિચાર કરશે. એકવાર પુરસ્કાર સમિતિ ભલામણ કરે છે, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિ તેમની મંજૂરી આપે છે અને પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.


પુરસ્કાર વિજેતાને શું લાભ મળે છે?


1-પદ્મ પુરસ્કાર માત્ર એક સન્માન છે, પુરસ્કારમાં કોઈ રોકડ ભથ્થું અથવા રેલ/હવાઈ મુસાફરી વગેરેના રૂપમાં કોઈ છૂટ આપવામાં આવતી નથી.


2-આ એવોર્ડ મેળવનારને કોઈ રકમ આપવામાં આવતી નથી.


3-પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવનની અંદર જવાની અને રાષ્ટ્રપતિને મળવાની તક મળે છે.


4-પદ્મ પુરસ્કારમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ પ્રમાણપત્ર અને મેડલિયન હોય છે. આ સાથે એક પ્રતિકૃતિ પણ ઉપલબ્ધ છે જે તેઓ તેમની ઈચ્છા મુજબ કોઈપણ કાર્ય/રાજ્યના કાર્યો વગેરેમાં પહેરી શકે છે.


5-રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત


પદ્મ પુરસ્કારોનો ફાયદો એ છે કે તમને સરકાર, મીડિયા અને સામાન્ય લોકો તરફથી વ્યાપક માન્યતા મળે છે. તમે લાઇમલાઇટમાં રહો છો અને લોકો તમારા કામની પ્રશંસા કરે છે જે તમે વર્ષોથી કરી રહ્યા છો.


પદ્મ પુરસ્કારો અંગે શું છે ખોટી માન્યતા?


પદ્મ પુરસ્કારો અંગે ભારતમાં ખોટી માહિતી અને માન્યતા પ્રવર્તે છે. જેમ કે આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા મળે છે. અત્રે તે પણ ઉલ્લેખનિય છે કે પદ્મ પુરસ્કારો કોઈ પદવી નથી અને તેથી તેને લેટર હેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.