Parshottam Rupalaની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી Padminiba Valaએ કર્યો અન્નનો ત્યાગ, સાંભળો નિવેદન આપતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-03 13:26:28

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા હાલ ક્ષત્રિયોની નારાજગીનો સામનો કરી રહ્યાં છે.... ક્ષત્રિય સમાજ રુપાલા સામે જંગે ચઢ્યો છે અને રાજકોટ બેઠક પરથી રુપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યો છે.. અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થવાની છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે  ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો છે. 

વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાને મળી મોટી રાહત! 

પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.ક્ષત્રિય સમાજમાં ફેલાયેલી રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજમાં ફેલાયેલી રોષની વચ્ચે આજે રુપાલા માટે એક રાહતના સમાચાર આવ્યા છે... પરષોત્તમ રુપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદમાં તેમને ક્લિનચીટ મળી છે.... એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ રુપાલા પર ફરિયાદ નોંધાઈ હતી... આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતો.. જેનો રિપોર્ટ આજે સામે આવ્યો છે... જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રુપાલાને ક્લિનચીટ મળી છે... તો આ ક્લિનચીટ બાદ હવે રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતના શ્વાસ લીધા હશે.... પણ આ ટેન્શન હજુ હળવુ થયું નથી....ઉલટાનું આજનો દિવસ રુપાલા અને ભાજપ બંને માટે ભારે છે...  કેમ કે ક્ષત્રિયાણીઓ જૌહરની વાત કરી રહી છે.. સાથે સાથે રાજકોટમાં તો અન્નનો પણ ત્યાગ કર્યો છે.... 



પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ! 

આજે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો છે. પદ્મિનીબા વાળા સહિત અન્ય મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચી છે. જ્યાં તેમણે અન્નનો ત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે..... રાજકોટના આશાપુરા મંદિર ખાતે પદ્મિની બા દ્વારા રૂપાલાના વિરોધમાં અન્નનો ત્યાગ કરવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે. બીજી તરફ આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જે અંગે તેઓ જણાવે છે કે, રાજકારણીઓ સૌના રોટલા શેકે છે. અમે જે રસ્તા પર જઇ રહ્યા છે ત્યાં ભટકાવવામાં આવે છે. અમારો નિર્ણય અડિખમ છે, રૂપાલાની ટિકિટ રદ્દ થવી જોઇએ. તેના માટે આજથી અન્નનો ત્યાગ કરું છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહિ રદ્દ થાય ત્યાં સુધી અન્નનો દાણો નહિ લઉં. એવી માહિતી પણ સામે આવી રહી છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે અમદાવાદ આવવા પણ નીકળી ગયા છે...  



ક્ષત્રાણીઓ જોવા મળ્યા આક્રામક!

પરષોત્તમ રૂપાલાના જે નિવેદન પર વિવાદ ઊભો થયો છે તેમાં અંગ્રેજો સાથે રાજપૂતોના રોટીબેટીના વ્યવહારને લઈને ઉલ્લેખ થયો હતો જેના કારણે ક્ષત્રિય સમાજ ખુબ કાળઝાળ જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે કોઈ મુદ્દાને લઈને ક્ષત્રાણીઓ આટલી આક્રમક તેવરમાં જોવા મળી રહી છે. એમા પણ પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વ્યવહાર  કરાયો તેણે તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.... 


નયનાબા જાડેજા પણ આવ્યા વિરોધમાં!

આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા આગળ આવ્યા છે. નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. સાથે જ 'બોયકોટ રૂપાલા' પણ પોસ્ટર લખેલું છે. નયનાબા જાડેજાએ રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાયું છે.. ત્યારે સૌ કોઈની નજર આજે અમદાવાદ ખાતે મળનારી બેઠક પર રહેલી છે... 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.