પાકિસ્તાનમાં મોટા હુમલાની આશંકા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બાદ હવે સાઉદી અરેબિયાએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2022-12-27 13:21:14

પાકિસ્તાન મોંઘવારી, બેરોજગારી, ભયાનક ગરીબી તથા રાજકીય અસ્થિરતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે લિશ્લના અન્ય દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા પછી હવે સાઉદી અરેબિયાએ પણ તેના નાગરિકોને સ્પષ્ટ સુચના આપી છે.


શા માટે પાકિસ્તાનને લઈ હાઈ એલર્ટ?


પાકિસ્તાન સ્થિત અમેરિકાના દુતાવાસે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના મેરિયેટ હોટેલમાં અમેરિકાના નાગરિકો સામે આતંકી હુમલાની આશંકા વ્યક્ત  કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકાએ તેના નાગરિકોને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિનજરૂરી યાત્રા ટાળવાની નાગરિકોને સલાહ આપી છે. તે ઉપરાંત બ્રિટને પણ તેના નાગરિકોને ખૈબર પખ્તુનખ્વાના બજુઆર, મોહંમદ ખૈબર, ઓરકઝઈ, કુર્રમ, ઉત્તરી વઝીરિસ્તાન, અને દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં નહીં જવાની સલાહ આપી છે. 



ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે.. આજે 93 બેઠકોના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. પીએમ મોદી, અમિત શાહ, આનંદી બેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરવાના છે..

આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.