Pakistan Blasts: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પ્રચંડ વિસ્ફોટ, 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-02-07 17:35:58

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરૂવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બોંબ વિસ્ફોટો પણ વધી રહ્યા છે. બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારના પાર્ટી કાર્યાલયની બહાર થયો હતો જેમાં 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પિશિનના ખાનોઝાઈ વિસ્તારમાં સ્વતંત્ર ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયો છે. કાકર 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં  NA-265 ચૂંટણી વિસ્તાર અને બલૂચિસ્તાન વિધાનસભા ચૂંટણી વિસ્તાર PB-47 અને PB-48થી ચૂંટણી લડી રહ્યા છે.    


પશીન જિલ્લામાં થયો વિસ્ફોટ


બલુચિસ્તાનની પ્રાંતીય સરકારના પ્રવક્તા જાન અચકઝઈએ કહ્યું પહેલો હુમલો બલૂચિસ્તાન પ્રાંત પશીન જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.બાદમાં બલૂચિસ્તાનના જ કિલા સૈફુલ્લાહ શહેરમાં રાજનેતા ફઝલુર રહેમાનની જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના ચૂંટણી કાર્યાલય પર એક બોંબ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. 


કોઈ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. કાર્યવાહક સરકારના આંતરિક બાબતોના મંત્રી ગૌહર ઈજાજે બોંબ વિસ્ફોટોની નિંદા કરી છે. દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહ શરૂ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તાલિબાન અને અન્ય આતંકવાદી જુથોની પણ પ્રાંતમાં મજબુત હાજરી છે.   



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....