કંગાળ પાકિસ્તાનના અર્થતંત્રને બચાવવા કોણે કરી નોટબંધીની ભલામણ?


  • Published By :
  • Published Date : 2023-06-04 20:49:05

1.  કેનેડામાં નદીના વહેણમાં બાળકો તણાયા

કેનેડાના ક્યુબેક પ્રાંતમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં માછલી પકડવા ગયેલા 4 બાળકો નદીના વહેણમાં તણાતા મૃત્યુ પામ્યા છે.. નદીમાં વહેણ આવતા 11 લોકો ગુમ થયા હતા.. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી.. જેમાં કુલ 6 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે બાકીના લોકો લાપતા થયા હતા.. જો કે થોડા સમય બાદ પોલીસને 4 બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જે હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા..


2. AIથી ચાલતા ડ્રોને તેના ઓપરેટરને જ મારી નાખ્યો

હોલીવુડની ઘણી ફિલ્મોમાં રોબોટ કે કોમ્પ્યુટરાઇઝ ઉપકરણો માલિકના કંટ્રોલ બહાર જઇને વિનાશક બની જતા હોવાની કથાઓ હોય છે.. આ પ્રકારની એક સાચી ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં બની હતી.. જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત ડ્રોનનું પરીક્ષણ કરતા વખતે ડ્રોન વિમાને તેના ઓપરેટરને જ ખતમ કરી નાખ્યો.. સિમ્યુલેટર ટેકનીક પર ડ્રોનનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું.. AIથી ચાલતા ડ્રોને તેને અપાયેલા કમાન્ડ બાદ ટાર્ગેટની ઓળખ તો કરી લીધી હતી પણ બાદમાં કંટ્રોલરે જ્યારે તેને ટાર્ગેટ પર હુમલો નહીં કરવા માટે કહ્યુ ત્યારે ડ્રોને આ આદેશને માનવાનો ઈનકાર કરી દીધો હતો.. તેને રોકવાની કોશીશ કરનાર ઓપરેટરને તેણે મારી નાંખ્યો હતો. 


3. પાકિસ્તાની મીડિયાને ઇમરાનનું કવરેજ ન કરવા આદેશ

પાકિસ્તાનના સેનાપ્રમુખ અસીમ મુનીરે પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓને ઇમરાન ખાનનું ભાષણ ન બતાવવા તાકીદ કરી છે.. સેનાપ્રમુખ અસીમ મુનીરે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની મીડિયા સાથે બેઠક યોજી હતી જે પછી તેમણે ઇમરાન ખાન સાથે  સંબંધિત કોઇપણ પ્રકારના કવરેજને રોકવાનો આદેશ આપ્યો જે પાછળનું કારણ તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત તેમની સ્પીચમાં સરકાર અને સેના વિરુદ્ધ બોલતા હોય છે.. જેના પ્રસારણથી દેશમાં હિંસાનો માહોલ પેદા થઇ શકે છે.. 


4. હવે પાકિસ્તાનમાં નોટબંધી થશે?

પાકિસ્તાનમાં આર્થિક સંકટની પરિસ્થિતિ વચ્ચે શાહબાઝ સરકાર ભારતના પગલે ચાલીને નોટબંધી લાગુ કરવાનું વિચારી રહી છે.. પાકિસ્તાની અર્થશાસ્ત્રીઓએ સરકારને સલાહ આપી છે કે જો 5 હજારની નોટ બંધ કરી દેવામાં આવે તો અર્થતંત્ર સુધરી શકે એમ છે.. પાકિસ્તાનમાં લોકો પાસે 5000ની નોટ છે તો ખરી છતાં ભૂખે મરી રહ્યા છે. 5000ની નોટના છૂટા આપવા કોઈ પાસે નાની કરન્સી નથી. આ વચ્ચે 5000ની નોટબંધી કરવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે. 



5. વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ આદરને પાત્ર: સામ પિત્રોડા

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ આદરને પાત્ર છે અને મને આ જોઈને ગર્વ થાય છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા પિત્રોડાએ આ વાત કહી હતી. સામ પિત્રોડા હાલમાં રાહુલ ગાંધી સાથે તેમના છ દિવસીય અમેરિકા પ્રવાસ પર છે.આ પ્રવાસમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપની ટીકા કરી હતી, પરંતુ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધના મામલામાં દેશની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. આ અંગે પિત્રોદાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી જાણે છે કે ભારત ક્યારે અને ક્યાં સાચું કરી રહ્યું છે અને અમે બધા આમાં ભાજપની સાથે છીએ.


6. તુર્કીમાં વરસાદી પાણી સાથે ફર્નિચર પણ વહી ગયું

તુર્કીના અંકારામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે.. તુર્કીના રહેણાંક વિસ્તારોમાં આવેલી ઇમારતોમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે.. સોશિયલ મીડિયામાં પૂરના વીડિયો ખૂબ જ વાઇરલ થયા છે.. જેમાં એક ઇમારતમાં પાણીના પ્રવાહ સાથે  ફર્નિચર પણ વહી જતું જોવા મળી રહ્યું છે.. 


7. યુક્રેનના નીપ્રોમાં રશિયન મિસાઇલ્સના હુમલામાં 13 લોકોને ઇજા

રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ સતત ચાલું છે..  યુક્રેનના નીપ્રોમાં એક 2 માળની ઇમારત પર રશિયન મિસાઇલ્સનો હુમલો થતા 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. ઇજાગ્રસ્તોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે.. 


8. રશિયાએ 3 વૈજ્ઞાનિકો સામે રાજદ્રોહનો કેસ કર્યો

રશિયાની સરકારે  હાઈપરસોનિક મિસાઈલની ટેક્નોલોજી પર કામ કરી રહેલા તેના 3 વૈજ્ઞાનિકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કર્યો છે. ત્રણેય પર મિસાઈલ ટેક્નોલોજી સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ચીનને આપવાનો આરોપ છે. ત્રણેય સાઇબેરીયાના શહેર નોવોસિબિર્સ્કની એક સંસ્થામાં કામ કરતા હતા. ત્રણેય વૈજ્ઞાનિકોએ વર્ષ 2017માં ચીનમાં આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો જે પછી તેમના પર મિસાઇલના રહસ્યો ચીનને વેચી દેવાનો આરોપ લાગ્યો હતો.. 


9. સાઉદી તેલની કિંમતો ઘટાડે તેવી શક્યતા

સાઉદી અરેબિયા કાચા તેલની કિમતોમાં ઘટાડો કરશે તેવું વૈશ્વિક મીડિયાના અહેવાલો કહી રહ્યા છે.. વૈશ્વિક બજારમાં સાઉદી અરેબિયાની જેમ રશિયા પણ તેલ વેચીને મજબૂત થઇ રહ્યું છે.. જેના કારણે સાઉદી અરબની મોનોપોલી તૂટી રહી છે.. વિશ્વની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકો જુલાઇમાં આરબ લાઇટ ક્રુડની કીંમતમાં લગભગ એક ડોલર પ્રતિ બેરલનો કાપ મુકી શકે છે.. જોકે આ પરિસ્થિતિમાં ભારત સહિત એશિયાના દેશોને ફાયદો થશે.. કેમકે સાઉદી અરેબિયા એશિયાનું સૌથી મહત્વનું ઓઇલ સપ્લાયર છે.. 


10. ચીને ફરીએકવાર અમેરિકાને સળી કરી

થોડા સમય પહેલા અમેરિકાના એક જાસૂસી વિમાનની સામે ચાઈનીઝ ફાઈટર પ્લેન સાવ જોખમી રીતે અત્યંત નજીક આવી જતા અમેરિકાનું વિમાન ડગમગવા લાગ્યું હતું.. અને હવે ચીને દરિયાઇ સીમા પર અમેરિકાને ઉશ્કેરવાનું શરૂ કર્યું છે.. તાઇવાન સ્ટ્રેઇટમાંથી પસાર થઇ રહેલા અમેરિકાના યુદ્ધ જહાજની સામે આક્રમક રીતે એક ચાઇનીઝ વોરશિપ આવી ગઇ હતી..  ચીનના જહાજે આગળ જઈનેઅમેરિકન જહાજને મેસેજ આપ્યો હતો કે, આગળ વધી જાઓ નહીંતર ટકકર માટે તૈયાર રહો. જવાબમાં અમેરિકન જહાજે ચીનના જહાજને દૂર રહેવા માટે જણાવ્યુ હતુ. જોકે ચીનની નૌસેનાના આક્રમક વલણના કારણે અમેરિકન જહાજને રસ્તો બદલવા માટે અને સ્પીડ ઘટાડવા માટેની ફરજ પડી હતી.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.