પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બીજી વખત વધ્યા, કિંમતો 300 રૂપિયાને પાર


  • Published By :
  • Published Date : 2023-09-01 14:18:37

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે ખાદ્યચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનમાં અનવારૂલ હક કાકરના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલાથી વીજળી દરના વધારાથી ત્રસ્ત લોકો પણ આ વધુ એક મોંઘવારીનો બોંબ ઝીંકવામાં આવ્યો છે. પાકિસ્તાનની વચગાળાની સરકારે પેટ્રોલની  કિંમતમાં 14.91 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો કર્યો છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.


પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા?


પાકિસ્તાનના નાણા મંત્રાયલે અડધી રાત્ર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ કરી હતી. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની જાણકારી આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને એચએસડી 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે હળવા ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાકિસ્તાન સરકારે શું કહ્યું?


પાકિસ્તાનની વચગાળાની સરકારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પોતાનો વચાવ કરતા તર્ક આપ્યો હતો  કે કિંમતોમાં આ ભાવ વધારો ટેક્સ રેટ અને આયાતી ભાવ પર આધારીત છે. ખાસ કરીને પાકિસ્તાનની કરન્સીમાં ઘટાડા અને ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે થયેલા વધારાના કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે