પાકિસ્તાનમાં રાતના અંધારામાં 150 વર્ષ જૂનું હિંદુ મંદિર ધ્વસ્ત કરાયું, હુમલાખોરોને પોલીસે આપી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-07-16 20:10:40

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાચીમાં હિંદુઓની આસ્થાનું પ્રતિક 150 વર્ષ જૂનું મરી માતાનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત તો એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું હતું. કરાચીમાં આ મરી માતા મંદિર, મુખી ચોહિતરામ રોડ પર, સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આવેલું છે.


પોલીસની હાજરીમાં મંદિર તોડવામાં આવ્યું


કરાચીમાં શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે મંદિરને ધરાશાઈ કરવામાં આવ્યું હતું.  ઘણા ખોદકામ માટેના અને ડિમોલિશન કામ માટેના મશીનો સાથે લોકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને 'કવર' આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ મંદિર લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. આ મંદિર પર અતિક્રમણ કરનારાઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. તેમણે આ મંદિર પર કબજો કરવાનો અનેકવાર પ્રયાસ પણ કર્યો હતો.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.