પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 22 લોકોના મોત, 80થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 17:08:57

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, પાકિસ્તાની મીડિયા અનુસાર રાવલપિંડીથી ઉપડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પગલે અત્યાર સુધીમાં 22 લોકો મોત થયા છે, જ્યારે લગભગ 80થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટના સહારા રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.


હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર


આ ભયાનક ટ્રેન અકસ્માતથી ઘાયલ થયેલા લોકોને નવાબશાહની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાયું નથી. વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.


પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં વધારો


અકસ્માતનો ભોગ બનેલી હજારા એક્સપ્રેસમાં એ જ એન્જીન ફીટ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે માર્ચમાં હવેલીયાંથી કરાચી જતી ટ્રેનમાં ફીટ કરવામાં આવ્યું હતું. રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે આ ટ્રેન પણ ભયાનક અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. ભૂતકાળમાં કરાચીથી સિયાલકોટ જઈ રહેલી અલ્લામા ઈકબાલ એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતો સામાન્ય બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટનાઓ થઈ છે અને છેલ્લા વર્ષોમાં તેમાં વધારો થયો છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .