સાઉદી અરેબિયાનું જોઇને હવે તો સુધરો પાકિસ્તાન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 19:49:36

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બીજીવાર રાષ્ટ્રપતિ પદે પાછા ફરવું એ કોઈ ક્રાંતિથી ઓછું નથી . કેમ કે , બીજા વિશ્વયુદ્ધ પછીની જે પણ અમેરિકાની નીતિઓ છે તેમાં આમૂલ પરિવર્તન છે . દાખલા તરીકે , USAID ને બંધ કરવું . US AID એ ૧૯૬૧થી વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોને કલ્યાણના હેતુથી મદદ કરતુ રહ્યું છે પરંતુ હવે તે બંધ થવાથી આપણા પડોશી દેશ  પાકિસ્તાન પર દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે, શું કામ એક સમયે એકસાથે આઝાદ થયેલા બે દેશમાંથી એક ભારત સતત આગળ વધી રહ્યું છે, અને સામે ઈરાન હોય કે પાકિસ્તાન… યુએસ જેવા દેશોની મદદ વગર પાંગળા શું કામ થઈ રહ્યા છે, કદાચ જવાબ પાકિસ્તાને બહુ દુર શોધવા જવાની જરૂર નથી, સાઉદી અરબ અને એની બદલાયેલી કહાનીમાં જવાબ છે વિકાસનો, અને કેવી રીતે ધર્માંધતા વિકાસની દુશ્મન બને છે એનો… આજે કરીશું કટ્ટરતા છોડો તો શું મેળવી શકાય એની વાત… અદભૂત રીતે વિકસી રહેલા સાઉદી અરબની વાત.. 


સાઉદી અરેબિયા અખાતી દેશોમાં સૌથી તાકાતવર દેશ . ત્યાંના ક્રાઉન પ્રિન્સનું નામ છે MBS , મોહમ્મદ બિન સલમાન . હમણાં તેમના એક જુના નિવેદનનો વિડિઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે , જેમાં મોહમ્મદ બિન સલમાન કેહતા દેખાઈ રહ્યા છે કે , તેઓ ઇસ્લામિક કટ્ટરવાદને નાબૂદ કરવા માંગે છે . અમે હાલમાં મોડરેટ ઇસ્લામ એટલે કે ઉદારવાદી ઇસ્લામ ઇચ્છિએ છીએ . જે બધા જ લોકો પ્રત્યે સર્વસમાવેશક હોય એટલે કે કોઈ ભેદભાવ ના કરે . મોહમ્મદ બિન સલમાન આ ઉદારવાદી ઇસ્લામ અપનાવા પાછળ કારણ આપે છે કે , સાઉદી અરેબિયાની હાલની ૭૦ ટકા વસ્તીની ઉમર એ ૩૦ વર્ષ કરતા ઓછી છે . આ સાથેજ આવનારા ૩૦ વર્ષ અમે , ઇસ્લામિક કટ્ટરવાદનું સમાધાન કરવામાં વેડફવા નથી માંગતા . 

સાઉદી અરેબિયામાં આ આવેલા આમૂલ પરિવર્તન પાછળનો ઇતિહાસ ખુબ રોચક છે . 

સાઉદી અરેબિયા ૧૯૧૫ સુધી ઓટોમાન સામ્રાજ્યનો ભાગ હતું . પરંતુ પેહલા વિશ્વ યુદ્ધ પછી ઓટોમાન સામ્રાજ્યનો અંત આવતા તેની પર અંગ્રેજોએ કબ્જો જમાવ્યો . 

આ પછી હાલના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પરદાદા કિંગ અબ્દુલ અઝીઝે ૧૯૩૨ માં વિવિધ કબીલાઓનું એકીકરણ કરીને સાઉદી અરેબિયાની સ્થાપના કરી . 

પંરતુ સાઉદી અરેબિયામાં સુન્ની ઇસ્લામિક તાકાતોનું પ્રભુત્વ ૧૯૭૦ના દાયકામાં ખુબ જ વધ્યું . તે માટે બે કારણો આધારભૂત છે . 

પહેલું , ઈરાનમાં આયાતોલ્લાહ ખોમેઇનીના નેતૃત્વમાં ૧૯૭૯માં "ઇસ્લામિક ક્રાંતિ" થઇ . આયાતોલ્લાહ સાઉદી અરેબિયા સહિતના દેશોને અમેરિકાના પીઠુ ગણતા.  

બીજું , ઇસ્લામમાં સૌથી પાક ગણાતી મક્કા મસ્જિદ પર ૬૦૦ જેટલા જુહાયમાન આતંકવાદીઓએ સાઉદી અરેબિયાના સત્તારૂઢ પરિવારને ઉથલાવવાના હેતુથી હુમલો કર્યો . 

ઉપરોક્ત બે કારણોથી સાઉદી અરેબિયાએ વહાબી ઇસ્લામ કે જે સૌથી કટ્ટરવાદી ઇસ્લામ કહેવાય છે તેનું પોતાના દેશમાં અમલીકરણ શરુ કર્યું. 

પરંતુ , હવે સાઉદી અરેબિયા માં તેલના ભંડારો માત્ર ૬૦ વર્ષ ચાલી શકે તેટલા છે માટે સાઉદી અરેબિયાએ તેલ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી પોતાની ઈકોનોમી ડાઇવર્સીફાય કરવાનું નક્કી કર્યું . જેનાથી , વિદેશી રોકાણ આવે અને સાઉદી અરેબિયા મહાસત્તા બની શકે . 

આ માટે ૨૦૧૭ પછી સાઉદી અરેબિયાએ " Vision 2030 " ના અમલીકરણ માટે મહત્વના પગલા લેવાની શરૂઆત કરી

૧) ૩૫ વર્ષના કડક પ્રતિબંધ પછી સિનેમા એટલે કે મુવી થિયેટર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો . 

૨) ત્યાંની મહિલાઓ પર ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો . આ સાથે જ મહિલાઓને એકલા વિદેશ યાત્રા કરવા પર પણ છૂટ આપવામાં આવી .  

૩) વિદેશી પ્રવાસીઓ પરનો પ્રતિબંધ સાઉદી અરેબિયા દ્વારા હટાવવામાં આવ્યો . 

આમ સાઉદી અરેબિયાએ ઉદારવાદ તરફ રસ્તો પકડ્યો . 

વાત કરીએ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની તો , ત્યાંના લશ્કરી શાસને હંમેશાથી ઇસ્લામિક કટ્ટરવાદની વાતો કરી છે . પરિણામે આજે આઝાદીના ૭૭ વર્ષે પણ પાકિસ્તાન પોતાના ઘણા વિસ્તારોમાં પીવાલાયક પાણી માટે પણ US AID પર નિર્ભર છે . US AID ના બંધ થવાથી પાકિસ્તાનના સૌથી ગરમ શહેર જેકોબાબાદમાં દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે . 

એક વસ્તુ સાફ છે કે , કોઈ પણ ધાર્મિક કટ્ટરવાદ એ દેશને આર્થિક સમૃદ્ધિથી દૂર લઈ જાય છે અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનની સ્થિતિ પરથી વિશ્વનો કોઈ પણ દેશ એ સબક લઈ શકે કે કટ્ટરતા ક્યારેય કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી હોતી, અને નફરતથી થતી શરૂઆતો ક્યારેય સમૃદ્ધી અને શાંતિ નથી લાવતી. આ વીડિયોમાં અત્યારે બસ આટલું જ, આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપણા સૌની ચેનલ જમાવટને આજે જ સબસ્ક્રાઈબ કરો, વીડિયોને શેર કરો, નમસ્કાર.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.