Panchmahal: મહિલાના અગ્નિસંસ્કાર માટે ગ્રામજનોએ ન આપી જગ્યા! બે દિવસ બાદ મૃતદેહને ખેતરમાં અપાઈ મુખાગ્નિ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-21 16:36:34

જીવતા માણસને તો જાતિવાદનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ મૃત્યુ પછી પણ જાતિવાદ માણસનો પીછો નથી છોડતો 21મી સદીમાં પણ જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા લોકો મોતનો મલાજો નથી જાળવતા. પંચમહાલ જિલ્લાના ઘોઘંબાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 


પ્રસુતિના 12 દિવસ બાદ થયું મહિલાનું મોત!

વાત જાણે એમ છે કે, અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમવિધિ માટે લાવ્યા હતા. જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો તેમણે અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યા હતા. જે બાદમાં તેમણે 2 દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી અને બાદમાં ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 


અંતિમસંસ્કાર કરવાની ગ્રામજનોએ મનાઈ કરી!

કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધી માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતી. જે બાદમાં  પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા. 


જાતિવાદના નામે માણસાઈ ભૂલાઈ!

કહેવાય છે કે માટીનો માણસ એક વાર માટીમાં જ મળી જવાનો છે પણ કેટલાક લોકો જાતિવાદના નામે માણસાઈ ભૂલી જાય છે. આપણા ગુજરાતમાં ઉંચાઈઓના શિખરસર કરવાની વાતો થાય છે. બુલેટ ટ્રેનના સપનાઓ અને એજ્યુકેશન બધી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે પણ કેટલાક લોકો આ 21મી સદીમાં પણ માન્યતાઓ જાતિવાદના કારણે એટલી નીચી હદે પહોંચી જતા હોય છે કે મોત મલાજો પણ નથી જાળવતા...શર્મ આવી જોઈએ એવા લોકોને જે મરેલા માણસ સાથે પણ જાતિવાદ કરે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે