Paper Leak : પેપર લીક બાદ UP Police Constableની ભરતી પરીક્ષા રદ્દ, Yogi સરકારનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-02-24 15:40:54

પેપર લીક આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેક એવી પરીક્ષાઓના નામ સામે આવી જશે. પેપર લીક થવાને કારણે પરીક્ષાને મોકૂફ રાખવી પડે છે અને પછી આગળની પ્રક્રિયા પણ અટકી જતી હોય છે. ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટના બની છે. ત્યારે પેપર લીકની ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી અને તે બાદ પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. UP Police Constable Examને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકનો છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવનાર 6 મહિના સુધીમાં આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી પરીક્ષા કેન્સલ કરવાની જાહેરાત  

ઉત્તરપ્રદેશમાં થોડા દિવસો પહેલા   UP Police Constable Exam આયોજીત કરવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ આ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝામની વચ્ચે એવી માહિતી મળી હતી કે એક પરીક્ષાર્થી પાસે જવાબ મળી આવ્યા હતા જે બાદ પેપર લીક થયા હોવાની આશંકા ગઈ. આની જાણ થતા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આને જોઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પરીક્ષાને કેન્સલ કરવામાં આવે. પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. 


પરીક્ષાર્થીઓએ કર્યું હતું વિરોધ પ્રદર્શન 

વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ઉમેદવારોએ નારા પણ લગાવ્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી અને પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગ પણ કરી હતી. પોલીસ અને પરીક્ષાર્થીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારે હવે પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે