વાઘ બકરી ગ્રૂપના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે બ્રેઈન હેમરેજથી નિધન, ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર


  • Published By :
  • Published Date : 2023-10-23 18:08:23

વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અકાળે  બ્રેઈન હેમરેજથી અવસાન થયું છે. 49 વર્ષના પરાગ દેસાઈને ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેસ દેસાઈના પુત્ર છે. પરાગ દેસાઈને તેમના નિવાસસ્થાન નજીક અચાનક થયેલી દુર્ઘટના બાદ તેમને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે મોડી રાત્રે તેમણે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી જીવ ગુમાવ્યો છે. પરાગ દેસાઈના અવસાનથી તેમના પરિવાર અને ઉદ્યોગ જગતમાં શોક વ્યાપી ગયો છે. થલતેજના સ્મશાન ગૃહ ખાતે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરાગ દેસાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિ દરમિયાન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સમાજના વરિષ્ઠ આગેવાનો પણ થલતેજ સ્મશાન ગૃહ ખાતે હાજર રહ્યા હતા. 


પડી જતા થયું બ્રેઈન હેમરેજ


ગત 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ પોતાના ઘર નજીક ઈસ્કોન-આંબલી રોડ પર મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ રખડતા કૂતરા પડ્યા હતા. જેથી ડૉગ એટેકથી બચવાના ચક્કરમાં તેઓ લપસી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. કૂતરાના હુમલાને કારણે પડી જતાં પરાગને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઘરની બહાર એક સિક્યોરિટી ગાર્ડે તેમના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેમને શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શેલ્બી હોસ્પિટલમાં એક દિવસના નિરીક્ષણ પછી, તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર, માથામાં થયેલી ઈજા તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. ઈજાની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.


પરાગ દેસાઈ ચોથી પેઢીના સભ્ય


પરાગ દેસાઈ અને તેમના પિતરાઈ ભાઈ પારસ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ દેસાઈ અમેરિકાની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી લીધી હતી, પરાગ દેસાઈ પરિવારના ચોથી પેઢીના સભ્ય હતા. તેમની પાસે 30 વર્ષથી વધુનો બિઝનેસ અનુભવ હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીના વ્યવસાયનું સંચાલન કરતા હતા. તેઓ વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા. તે કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની આગેવાની કરતા હતા અને તે એક નિષ્ણાત ચા ટેસ્ટનર અને વેલ્યૂઅર પણ હતા.  વાઘ-બકરી ટી બ્રાન્ડ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. કંપનીનું ટર્નઓવર રૂપિયા 1,500 કરોડથી વધુ છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.