તથ્ય પટેલ કાંડમાંથી વાલીઓ ન શીખ્યા! Social Media પર વાયરલ થયા નાની ઉંમરના બાળકોના વાહન ચલાવતા વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-09 14:55:43

તથ્ય પટેલ કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. કોઈ વીડિયોમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ વીડિયોમાં એક જ વાહન પર 6 લોકો સવાર થતાં દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો સ્ટંટ કરતા દેખાય છે, નિયમોનું ઉલ્લંઘન, કાયદાનું ભંગ કરતા દેખાય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકના હાથમાં સ્ટેરિંગ છે અને પાછળ વડીલ બેઠા છે. તે પહેલા પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. 

નાના બાળકના હાથમાં જોવા મળ્યું એક્ટિવાનું સ્ટેરિંગ 

એક્સીડન્ટમાં અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હશે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નબીરાએ 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો દ્વારા ભયંકર સ્ટેટ કરવામાં આવતા હોય છે, નાના બાળકોને વાહનની ચાવી આપી દેવામાં આવતી હોય છે. નાના બાળકો જ્યારે વાહનનું સ્ટેરિંગ પોતાના હાથમાં લે છે ત્યારે જાણતા અજાણતા તે પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સાથે તે બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. તથ્ય કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને એક પ્રશ્ન થાય કે શું આ લોકોને રસ્તો પોતાના બાપનો લાગે છે?  

ઝડપની મજા અનેક લોકો માટે મોતની સજા બનતી હોય છે

તથ્ય કાંડ વખતે પણ અમે કહેતા હતા કે જો નાની ઉંમરે બાળકોને ચાવી આપી દેશો તો બાળક તો દોષિ છે પરંતુ તેમના કરતા વધારે દોષિ તેમના માતા પિતા છે. કારણ કે માતા પિતાના વ્હાલને કારણે, તેમના બાળકને કોઈ અગવડ ન પડે તે માટે બાળકની મુખ્યત્વે દરેક જીદ્દ પૂરી પાડવામાં આવે છે. પરંતુ તેમના પ્રેમની કિંમત કોઈ બીજા પરિવારના સભ્યોને ચૂકવવી પડે તે યોગ્ય નથી? જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તે ભવિષ્યમાં તથ્ય પટેલ બની શકે છે. જો આ બાળકોથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે