પરેશ રાવલને બફાટ કરવો ભારે પડ્યો, બંગાળ પોલીસે “હુલ્લડ માટે ઉશ્કેરવા”ના આરોપ સાથે સમન્સ પાઠવ્યું


  • Published By :
  • Published Date : 2022-12-06 20:10:55

બોલિવુડ અભિનેતા પરેશ રાવલને વલસાડમાં એક ચૂંટણીસભામાં બફાટ કરવો ભારે પડી રહ્યો છે. બંગાળીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ પરેશ રાવલે ટ્વીટર પર માફી માંગી હોવા છતાં પણ તેમની મુશ્કેલી વધી રહી છે. આજે કોલકાતા પોલીસે મંગળવારે અભિનેતા-રાજકારણી પરેશ રાવલને તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ નોટિસ ફટકારી છે. આજે 12 ડિસેમ્બરે આપેલી આ નોટિસમાં તેમને પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. CPI (M)ના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ બાદ પોલીસે રાવલ સામે તેમની ટિપ્પણીને લઈ ગુનો નોંધ્યો છે, તેમણે પરેશ રાવલ પર “હુલ્લડ માટે ઉશ્કેરવા” અને “બંગાળી સમુદાય અને સમગ્ર  દેશમાં અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતા નષ્ટ કરવા માટે ભાષણ આપવાનો આરોપ મુક્યો છે."


CPI (M)ના નેતાએ પોલીસ ફરીયાદ કરી


CPI (M)ના નેતા સલીમે 1 ડિસેમ્બરના રોજ તાલતાલા પોલીસ સ્ટેશનમાં રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી, ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ), 153A (જે કોઈ પણ ઈરાદાપૂર્વક અથવા અનિચ્છનીય રીતે કોઈ હુલ્લડ કરાવવા અથવા ઉશ્કેરવા), 153B (અભિયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. , રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો), અને કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકનું હિત) અને 505 (બદઈરાદાના ઉદ્દેશ્ય સાથે અથવા જેનું કારણ બની શકે છે) મુજબ ફરિયાદ નોંધાઈ છે.


પરેશ રાવલે શું ભાષણ કર્યું હતું?


ગુજરાતના વલસાડમાં એક રેલીમાં ભાષણ આપતા પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?" જો કે પરેશ રાવલે તેમનું ભાષણ વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ માફી માંગી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે