Paris Olympic - Vinesh Phogat Olympicમાં અઘોષિત થયા, મેડલ જીતવાના સપના તૂટ્યા, PM Modiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-07 15:17:45

આપણો આખો દેશ આજે દુ:ખમાં છે કારણકે ભારતે આજે એક મેડલ ગુમાવ્યો છે.. સમાચાર ઓલિમ્પિકના છે જેમાં વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા કારણ કે તે 50 કિલો વજન જાળવી શક્યા નહીં.

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આપવામાં આવી માહિતી

પેરિસમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. કોને ગર્વ ના થાય જ્યારે આપણા દેશની દીકરી ઓલિમ્પિકમાં મેડલ જીતે.. પણ અફસોસ કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.  કારણ કે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી થયા, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગયા છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.



100 ગ્રામ વધુ વજન હોવાને કારણે થયા ડિસ્કવોલિફાય 

એસોસિએશનનું કહેવું છે કે વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શક્યા નહીં. વિનેશ ઓલિમ્પિકમાં 50 kg વજનની કેટેગરીમાં રમી રહ્યા હતા. વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.


આની પહેલા આ કેટેગરીમાં રમતા હતા પરંતુ હતા પરંતુ પહેલી વખત!

જોકે વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘયા નહીં અને  પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પણ એ નિષ્ફળ રહ્યા. અત્યાર સુધી તે  53 કિગ્રા વજન વર્ગમાં લડતા હતા આ પ્રથમ વખત છે જ્યારે તે 50 કિગ્રા સ્પર્ધામાં રમી રહ્યા હતા આજે જ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી. જે પહેલા જ આ સમાચાર આવી ગયા.



પીએમ મોદીએ આ મામલે કર્યું ટ્વિટ

આ સમાચાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું જેમાં તેમેણે લખ્યું કે વિનેશ, તમે  ચેમ્પિયન વચ્ચે ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે જે હું અનુભવી રહ્યો છું. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતાયથી પાછા આવો!  મહત્વનું છે કે આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો. આ મુદ્દો ઉઠ્યો. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.