Parliament Security Breach : સંસદમાં હુમલાના માસ્ટર માઈન્ડ Lalit Jhaએ Delhi Police સમક્ષ કર્યું Surrender


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 09:53:15

થોડા દિવસ પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ઘૂસી આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. આ ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે 8 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સંસદમાં ઘૂસણખોરી કરવા મામલે માસ્ટરમાઈંડ લલિત ઝાએ દિલ્હી પોલીસમાં સામે ચાલીને સરેન્ડર કર્યું છે.  14 ડિસેમ્બરે તે પોતાના સાથી સાથે કર્તવ્ય પથ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સંસદમાં હુમલો થયો ત્યારે લલિત ઝા ત્યાં હાજર હતો.

    

સંસદમાં હુમલો કરનાર લોકોના રિમાન્ડ કરાયા મંજુર 

સંસદને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ સાંસદોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. સંસદમાં અચાનક બે વ્યક્તિ ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે ગનથી હુમલો કર્યો. બાદમાં આ બંને આરોપીઓને સાંસદોએ જ પકડી પાડ્યા હતા. તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આરોપીઓની ઘૂલાઈ કરી હતી. સંસદની બહાર મહિલા નારેબાજી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાને પગલે ચારેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે, તેમની રિમાન્ડ માટે પોલીસે અરજી કરી હતી, કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો જરૂર પડશે તો આ રિમાન્ડને વધારવામાં આવશે. 


માસ્ટર માઈન્ડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર 

આરોપીઓ તો પકડમાં આવી ગયા પરંતુ માસ્ટર માઈન્ડ પકડની બહાર હતો. તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ પ્લાનના માસ્ટર માઈન્ડે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. બે દિવસથી ફરાર લલિત ઝાએ કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસ લલિતની પૂછપરછ કરી રહી છે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 ઓરોપીઓ પોલીસની પકડમાં છે એવી માહિતી સામે આવી છે. આની પહેલા પકડાયેલા આરોપીઓને યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સાગર, અનમોલ, મનોરંજન અને નીલમ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસની તપાસની માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ બંને સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. 




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..