Parliament Session : 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, આ વખતે સત્ર હંગામેદાર રહેવાના એંધાણ, આ મુદ્દાઓને લઈ I.N.D.I.A કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ...!


  • Published By :
  • Published Date : 2024-06-24 13:14:32

18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે.. આ વખતનું સત્ર હંગામે દાર રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિપક્ષ આ વખતે સારા સંખ્યા બળમાં છે જેને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મંત્રીઓ તેમજ બાકી સદસ્ય સાંસદ તરીકેના શપથ લશે.. અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે..   


અનેક એવી દુર્ઘટનાઓ બની જેને લઈ... 

આ વખતે ભારતીય જનતા પાર્ટીને લોકસભા પરિણામમાં પૂર્ણ બહુમતી નથી મળી જેને કારણે એનડીએની સરકાર બની છે. ગઠબંધનની સરકાર બની છે જેને કારણે અનેક એવા બિલો હશે જેને લઈ અંદરોઅંદર વિવાદ થઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. તે સિવાય વિપક્ષનું પણ આ વખતે સારૂં સંખ્યાબળ છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.. મોદી 3.0 કાર્યકાળની શરૂઆત થતાની સાથે જ અનેક એવી ઘટનાઓ બની જેને કારણે સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. 



પશ્ચિમ બંગાળમાં બની મોટી ટ્રેન દુર્ઘટના... 

ઘટનાઓની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં એક  મોટી રેલ દુર્ઘટના સર્જાઈ.  માલગાડી કાંચનજંઘા એક્સપ્રેસ સાથે અથડાઈ. જે દ્રશ્યો સામે આવ્યા તેમાં ટ્રેનના ડબ્બાઓ ઉછળી ગયા હતા.. અને લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના બન્યા બાદ કેન્દ્રીય રેલ મંત્રી રાજીનામું આપે તેવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે તે વખતે પણ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની વાત ઉપડી હતી. આ વખતે પણ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને બનાવવામાં આવ્યા છે..  વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે જેને કારણે હંગામો થઈ શકે છે... 



વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થાય છે ચેડા! 

સૌથી મહત્વનો મુદ્દો છે પેપર લીકનો.. થોડા દિવસોની અંદર લેવામાં આવેલી પરીક્ષાઓ ચર્ચામાં રહી. પેપર લીક મુદ્દો ચર્ચામાં રહ્યો. પરીક્ષા લેવાઈ અને બીજા જ દિવસે તે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી.. પેપરો ફૂટ્યા જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય ખતરામાં મૂકાયા. ત્રણ પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા અને આ પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે 38 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. પરીક્ષાઓ રદ્દ થવાને કારણે, કેન્સલ થવાને કારણે વિદ્યાર્થીઓમાં, તેમના પરિવારજનોમાં, સામાન્ય લોકોમાં રોષ છે. આ મુદ્દાને વિપક્ષ આજે સંસદમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. તે સિવાય ભારતના અર્થતંત્રને લઈને પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે.  



રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ 

ગુજરાતના અનેક મુદ્દાઓને લઈને પણ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે TET-TAT પાસ વિદ્યાર્થીઓએ જબરદસ્ત આંદોલન કર્યું હતું. વિરોધ કરવા આવેલા ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તેને લઈ આજે આ મુદ્દો ઉઠી શકે છે. તે સિવાય રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનાનો મુદ્દો આજે ઉઠી શકે છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજકોટના પીડિત પરિવાર સાથે વાત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવશે તેવી વાત કરી હતી. ત્યારે જોઈએ કે આજથી શરૂ થતું સંસદનું સત્ર કેવું રહે છે?  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.