Parliament Session : રાજ્યસભામાં PM Modiએ પેપર લીક, મણિપુર જેવા મુદ્દાઓ પર વાત કરી, વિપક્ષનું વોકઆઉટ.. જાણો આજે શું થયું રાજ્યસભામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-03 16:18:12

ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાષણ આપ્યું હતું. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાત કરી હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .

 

પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યું વોકઆઉટ

રાજ્યસભામાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે  INDI ગઠબંધનના નેતાઓએ નારેબાજી કરવાનો પ્રયાસ કર્યો. આ પછી વિરોધ પક્ષના નેતાએ બોલવાની મંજૂરી માંગી , જોકે મંજૂરી ના અપાતા INDIAllianceએ વોક આઉટ કર્યું હતું. વિપક્ષના વોકઆઉટને લઈ તેમણે કહ્યું કે જવાબ સાંભળવાની હિંમત નથી. તે સિવાય તેમણે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે જેટલું કામ કર્યું છે તેટલું કામ જો કોંગ્રેસે કર્યું હોત તો વીસ વર્ષ વીતિ જતા.  

મણિપુર તેમજ પેપરલીકને લઈ વાત કરી. 

રાજ્યસભામાં મણિપુરને લઈ તેમણે વાત કરી હતી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય કરવા માટે સરકાર નિરંતર પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે સ્વીકાર કરવો પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થઈ રહી છે... તે સિવાય તેમણે પેપરલીકને લઈ પણ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યો હતો સૂત્રોચ્ચાર

રાજ્યસભામાં પણ વિપક્ષ આક્રમકઃ મોડમાં છે. PM મોદીના ચાલુ ભાષણ વચ્ચે સતત સુત્રોચાર ચાલુ હતો. આ પછી કોંગ્રેસ ના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચેરમેન જગદીપ ધનખડની પાસે બોલવાની અનુમતિ માંગી પણ આ અનુમતિ ના અપાતા , સમગ્ર વિપક્ષે વોલ્કઆઉટ કર્યો હતો અને જ્યારે વિપક્ષે walkout કર્યું હતું. ત્યારે પીએમ મોદીના ભાષણ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.