Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી પણ વિવાદનો કઈ રીતે આવશે અંત? જાણો શું થયું બેઠકમાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 12:00:33

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે... અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અલગ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી. અને પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી... એક બાજુ કેહવાય છે ક્ષમાએ વીરોનું આભૂષણ છે તો બીજી બાજુ કહેવાય છે માફી તો નહી જ મળે... સમાધાન તો નહીં જ થાય.. આ બધાની વચ્ચે જે વિવાદનાં સમાધાન માટે ગઈકાલે સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ એક પ્રશ્ન થાય કે આ સંમેલન ઘીના ઠામમાં ઘી ઢોળશે કે આગમાં ઘી નાખશે? કારણ કે.....  

જયરાજસિંહની અધ્યક્ષતામાં મળી હતી બેઠક! 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં માટે કરેલી વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જયરાજસિહનાં ગણેશગઢ ફાર્મહાઉસમાં  સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો  સામેલ થયા હતા. અને વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિયો વચ્ચે રૂપાલા આ બેઠકમાં આવ્યા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી પણ માગી.


બે હાથ જોડીને પરષોત્તમ રૂપાલાએ માફી માગી! 

વાતની શરૂઆત પરષોત્તમ રૂપાલાની માફિથી કરીએ તો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર . હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. હું બે હાથ જોડીને ક્ષમાં માંગુ છું મારા નિવેદનને કારણે મારી પાર્ટીને સાંભળવું પડે એ ના દેખાય મારા થી એટલે હું માફી માંગુ છું.  


 

લાલબાપુના આશીર્વાદ લેવા માટે આશ્રમ પહોંચ્યા હતા પરષોત્તમ રૂપાલા

જ્યારે સમાજનાં આગેવાનો કઈ કહે એ પહેલા જ જયરાજસિંહ જાડેજાએ એલાન કરી દીધું કે આ વિવાદનો અહીંયા અંત આવી ગયો છે. અને કહ્યું કે આપણાં આંગણે આપણાં બાપુજીનું માથું કાપનાર આવે તો પણ એને આપણે જમાડીએ છે. રૂપાલાએ કહ્યું એના પછી મને પણ દુઃખ થયું હતું પણ એમણે તરત માફી માંગી લીધી છે તો જયરાજ સિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગાયત્રી આશ્રમ પહોંચ્યા હતા. લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે. સંતના શરણે ગયા પછી વિવાદનો અંત આવશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહ્યું...  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.