પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ શાંત કરવા ભાજપનો પ્રયાસ! અમદાવાદમાં મળશે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 11:07:20

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ઉઠી છે. ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. છેડાયેલા વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે આજે અમદાવાદ ખાતે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 90થી વધારે આગેવાનો ઉપસ્થિત હોઈ શકે છે. જેમાં મહિલાઓ પણ સામેલ હશે તેવી માહિતી સામે આવી છે.      


ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક  

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ઉમેદવારને હટાવવાની માગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો ક્યાંય સમાજના લોકો લોકસભા બેઠકના ઉમેદવારને બદલવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ લોકસભા બેઠકની. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. વિરોધ શાંત થવાની બદલીમાં વધી રહ્યો છે. વિરોધને ડામવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી તેમજ અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે થવાની છે ભાજપના નેતા તેમજ સમાજના અગ્રણી વચ્ચે બેઠક 

બેઠક બાદ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માગી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે આજે ભાજપના નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે. બપોરના સમયે આ બેઠક થવાની છે અમદાવાદના ગોતા ખાતે.. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ હાજર હશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદન પર રાજ્ય ચૂંટણી આયોગે  ક્લિન ચીટ આપી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા સમાજની કોર કમિટીની મિટીંગ  

મહત્વનું છે ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની મિટીંગ થવાની છે. અને આ મિટીંગ બાદ ભાજપના આગેવાનો સાથે બેઠક થવાની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે દિલ્હી છે... ત્યારે સૌ કોઈની નજર ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થનારી બેઠક પર રહેલી છે.... લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.