Parshottam Rupala વિવાદમાં Botadમાં ચાલુ સભામાં BJPના આગેવાને આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-12 15:06:12

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. લોકસભાની ચૂંટણી પહેલા રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો... પહેલા રુપાલાનો વિરોધ હવે ભાજપના વિરોધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે ત્યારે આ વિવાદને કારણે ભાજપમાંથી રાજીનામા પડી રહ્યા છે.  બોટાદના પાળિયાદ ગામે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે રાજીનામું આપી દીધું હતું.. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ વિધાનસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. આ બધા વચ્ચે ના માત્ર પરષોત્તમ રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડે-ગામડે રુપાલાના બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે... સંમેલનો થઈ રહ્યાં છે.. એટલું જ નહીં રુપાલાના વિરોધનો અને આક્રોશને લઈને ભાજપના અન્ય નેતાઓ પર જનતાના આક્રોશનો ભોગ બની રહ્યાં છે.... 


રાજીનામું આપતા કહ્યું કે.... 

હજી સુધી ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે તો ભાજપમાંથી રાજીનામા પણ પડી રહ્યાં છે... અને એ પણ મોદી પરિવાર નામથી યોજાયેલી સભામાં ચાલુ સભાએ રાજીનામા પડી રહ્યાં છે.. અહીંયા વાત થઈ રહી છે બોટાદની જ્યાં પાળિયાદમાં મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે રાજીનામુ આપ્યું છે.. ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા અને સમાજનો સાથ આપતા કહ્યું કે હું 17 વર્ષનો હતો જ્યારે પ્રથમ વોટનો અધિકાર નહોતો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું.. 20 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.. પણ રુપાલાએ જે ટિપ્પણી કરી તેના કારણે મારો સમાજ આહત થયો છે..અને એટલે હું રાજીનામુ આપુ છું...  


આ વિવાદ શાંત થાય તે માટે કરાઈ રહ્યા છે અનેક પ્રયાસ 

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે અન્ય વહીવટી તંત્ર પણ મતદારોને મતદાન અંગે જાગ્રત કરવામાં વ્યસ્ત છે. મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્ર સતત નવતર પ્રયાસો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે હવે વિરોધ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે