Parshottam Rupalaના વિવાદને લઈ C.R.Patilએ હાથ જોડી માંગી માફી, કરી પ્રેસ કોન્ફરન્સ, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 14:07:29

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. આ બધા વચ્ચે વિરોધને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું  હતું જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આવતી કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળવાની છે. સમાજની સંકલન સમિતિ સાથે બેઠક થવાની છે.. સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માગી છે. આવતી કાલે ગોતામાં આ બેઠક મળવાની છે. મહત્વનું છે કે ઉમેદવારને બદલવા માટે કોઈ વિચારણા નથી તેવું નિવેદન તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું.       

 


વિવાદને ડામવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ!  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર પહોંચી ગયા છે. અનેક ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે. આ બધા વચ્ચે આજે આ વિવાદને ડામવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે,' હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂ છુ કે, ભૂલ થઇ છે એના માટે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.'


આવતી કાલે મળવાની છે મહત્વપૂર્ણ બેઠક

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. બેઠકમાં શું વાતો થઈ તે જાણવાની ઉત્સુક્તા દરેકને હતી, બેઠક પૂર્ણ થઈ તે બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક ગોતા ખાતે મળવાની છે. બપોરે 3 વાગે આ બેઠક કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સી.આર.પાટીલે એવું પણ કહ્યું હતું કે ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે મળનારી બેઠકમાં શું થાય છે?    



ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..