પરષોત્તમ રૂપાલા વિવાદ : Jamnagar રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રેસ રિલીઝ કર્યું, જૌહરને લઈ કહી આ વાત, જાણો વિગતમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 18:40:40

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયેલો જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ નિવેદન પર અલગ અલગ રાજવી પરિવારના સભ્યોની પ્રતિક્રિયા સામે આવી છે. ક્ષત્રિય સમાજના સમર્થનમાં અનેક રાજવીઓ આવ્યા ત્યારે જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યુ તે મારા હિસાબે સારી વાત છે...


પરષોત્તમ રૂપાલા વિવાદને લઈ અનેક રાજવીઓએ આપી છે પ્રતિક્રિયા

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં  આવેલા નિવેદન પર રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર કરવામાં આવ્યો. ગાંધીનગર ઘેરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. અનેક ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી. જે મહિલાઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી તે મહિલાઓને પોલીસે નજરકેદ કરી લીધી હતી. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. એવું લાગતું હતું કે વિવાદનો અંત આવી જશે પરંતુ તેવું ના બન્યું. વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. 


જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રેસ રિલીઝ જાહેર કરી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલાના વિવાદમાં અનેક રાજવીઓની પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે આજે ચાલી રહેલા વિવાદ વચ્ચે જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પ્રેસ રિલીઝમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરૂં છું કારણ કે જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો નથી. તે ઉપરાંત પણ અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..