પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ : Gujaratના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી પ્રેસ કોન્ફરન્સ કહ્યું- ભાજપની લુખ્ખી દાદાગીરી... સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 16:13:36

ગુજરાતની રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તે બાદ તો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉમેદવારોને લઈ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. વિવાદને શાંત કરવામાં ભાજપે કવાયત શરૂ કરી દીધી છે અને આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે તો ચૂપ નહીં રહેવાય.

રષોત્તમ રૂપાલાના નિવેદન મામલે શંકરસિંહ વાઘેલા મેદાનમાં 

રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પ્રતિદિન આ મામલો વધારે ઉગ્રને ઉગ્ર બની રહ્યો છે. સી.આર.પાટીલના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના સમર્થનમાં તે આવ્યા હતા.    


શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું...

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.