ક્ષત્રિયોના વિરોધ વચ્ચે Parshottam Rupalaએ ગામડે-ગામડે જવાનું ટાળ્યું? મતદાતા સુધી પહોંચવા માટે અપનાવી નવી રણનીતિ? જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 11:52:24

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે... ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગઈ. વિરોધ કરવા ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થયો. ઉમેદવાર સામેનો વિરોધ ભાજપના વિરોધમાં ફેરવાયો.. રાજ્યના અનેક ભાગોમાં ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે અને આ બધા વચ્ચે પ્રચાર માટે પરષોત્તમ રૂપાલાએ રણનીતિ બદલી નાખી છે તેવું કહીએ તેવું માનવામાં આવી રહ્યું છે.  

ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે ભાજપનો વિરોધ!

ગુજરાતની બે બેઠકો એવી છે જ્યાં ભાજપને  ઉમેદવાર બદલવાનો વારો આવ્યો તો અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને રણનીતિ બદલવાનો વારો આવ્યો છે... રુપાલાએ અનેકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે.. હવે આ વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થયો છે...તો  ક્ષત્રિય સમાજના ઠેર-ઠેર વિરોધ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલએ પોતાની રણનીતિ બદલી છે.. પરિસ્થિતિ એવી થઈ છે કે ન માત્ર રાજકોટ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવા માટે નિર્ણય કર્યો છે. 



ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવી રણનીતિ

ક્ષત્રિય સમાજ દ્વારા રતનપરમાં અસ્મિતા મહાસંમેલન બોલાવ્યા પછી પાર્ટ- 2માં ભાજપની જ રણનીતિ અપનાવી શહેર અને જિલ્લામાં તાલુકાથી લઇ ગામડે-ગામડે સુધી એક-એક બૂથ પર ક્ષત્રિય સમાજને લઇ જઈ ભાજપને ભાજપની જ રણનીતિથી હરાવવા એક અલગ નવી ટીમો બનાવવામાં આવી રહી છે... આ બધા વચ્ચે રૂપાલાના કાર્યક્રમ પર નજર કરીએ તો ભાજપે જ્યારથી રૂપાલાને ટિકિટ આપવાનું જાહેર કર્યું ત્યારથી તેઓ રાજકોટનાં ગામડાંમાં પ્રચાર પુરજોશમાં કરી રહ્યા હતાં, કારણ કે લોકસભા ચૂંટણીમાં ગામડાંની પ્રજા પર મદાર રહેતો જોવા મળતો હોય છે. 




પરષોત્તમ રૂપાલાએ પ્રચારમાં બદલી રણનીતિ

ત્યારે ક્ષત્રિય સમાજના વધતા વિરોધનો જોતા પરષોત્તમ રૂપાલાએ પોતાની રણનીતિ બદલી છે... ગામડામાં પ્રચાર કરવા જતા પરષોત્તમ રૂપાલા હવે શહેરી વિસ્તારમાં જઈ પ્રચાર કરી રહ્યા છે. ગામડાં સુધી પહોંચવાને બદલે શહેરી વિસ્તારમાં રહેતા અલગ-અલગ સમાજના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમો કરી રહ્યા છે....છેલ્લા એક સપ્તાહથી ક્ષત્રિય સમાજનો રોષ વધતાં હવે રૂપાલા મોટા ભાગે શહેરી વિસ્તારમાં પ્રચારમાં જોડાય ગયા છે. નાનામાં નાના સમાજ સુધી પહોંચવા કવાયત શરૂ કરી દીધી છે. તેઓ રોજ ત્રણ જેટલાં અલગ-અલગ સમાજનાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી દરેકને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. 




બીજા અનેક સમાજો સુધી પહોચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલા 

ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગીને બાદ કરતાં હવે રૂપાલાની દરેક સમાજ સુધી પહોંચવાની રણનીતિ કેટલી સફળ નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે....આ સાથે પરુષોત્તમ રૂપાલા દરેક સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના ભાષણના અંતમાં 100% મતદાન માટે અપીલ કરે છે તેમજ મતદાનના દિવસે સાંજ 5 વાગ્યા પહેલાં 100% મતદાન સમાજનું પૂર્ણ થયું, ટેબ વીડિયો સમાજના પ્રમુખ અને આગેવાન બનાવીને આપે એવી માગ અને આશા વ્યક્ત કરી રહ્યા છે.



રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..

ગુજરાતના અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એએમસી દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. 94 બેઠકોના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન થઈ રહ્યું છે. પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે.