Breaking News : પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે શરૂ થયેલા વિવાદને શાંત કરવા મળેલી બેઠક નિષ્ફળ, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 17:28:18

 પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રાજકોટ બેઠક પર ઉમેદવારને બદલવામાં આવે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી, પરંતુ ક્ષત્રિય સમાજમાં ભરાયેલો રોષ યથાવત જોવા મળ્યો હતો. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા.  > અમદાવાદ ખાતે ભાજપના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો-નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. કલાકો ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે... 

ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક 

ગુજરાતમાં અનેક એવી લોકસભા બેઠકો છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાને લઈ વિરોધ થયો હતો. એક જ માગ પર ક્ષત્રિય સમાજ અડગ હતો કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 


પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

વિવાદને શાંત કરવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. તે બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી કે ત્રીજી એપ્રિલે ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થશે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. એવું લાગતું હતું કે આ બેઠક બાદ આ વિવાદ શાંત થઈ જશે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે..... ત્યારે પ્રશ્ન છે થાય કે શું ભાજપ પોતાના ઉમેદવારને બદલશે? 



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...