પાટણ ASI કૃષ્ણપુરી દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા, LCB પોલીસે અડધી રાતે ત્રાટકી 5 શખ્સોને પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 18:48:11

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાય ત્યારે ફરિયાદ પણ કોને કરવી. રાજ્યના પોલીસ વિભાગના પોલીસકર્મીઓ જ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. પાટણ  LCB પોલીસે બાતમી આધારે શનિવારે રાત્રે કરેલી રેડમાં શહેરના સ્ટે ઇન ગેસ્ટ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં પાટણ એ ડીવીઝન પોલીસનો ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ASI કૃષ્ણપુરી ઉપરાંત 5 શખ્સો પણ ઝડપાઈ ગયા હતા. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 5 શખ્સો સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


પાટણ ખાતે હારિજ ત્રણ રસ્તા નજીક  હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષના બીજા માળે ચાલતી હોટેલ સ્ટે ઈનનાં બેઠક રૂમમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલા પાંચ મિત્રોને પાટણ એલસીબી પોલીસે ઓચિંતી રેડ કરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર હોટલ સ્ટે ઇન આવેલી છે. આ હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની LCB સ્ટાફને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક ASIને દારૂની મહેફિલ માણતાં આબાદ પકડી પાડ્યા હતા.


આ પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો


પાટણ LCB પોલીસે અડધી રાતે અચાનક જ રેડ કરતાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મી ગોસ્વામી કૃષ્ણપુરી ઉપરાંત ઈશ્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ દારૂ પીતાં ઝડપાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. LCBએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે