Patan : હારીજ પાસે બની હિટ એન્ડ રનની ઘટના, પગપાળા જઈ રહેલા ભક્તોને અજાણ્યા વાહને કચડી નાખ્યા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 12:25:32

અમદાવાદમાં થોડા સમય પહેલા તથ્ય કાંડ થયો હતો. તથ્ય પટેલે નશાની હાલતમાં અનેક લોકોને પોતાની ગાડી નીચે કચડી નાખ્યા હતા. થોડા દિવસો પહેલા આણંદથી આવી ઘટના સામે આવી હતી જેમાં નબીરાએ 4 જેટલા લોકોને કચડી નાખ્યા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. હારીજ ચાણસ્મા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડી નાખ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  News18 Gujarati

હારીજમાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યા પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. બેફામ બનીને લોકો એવી રીતે વાહન ચલાવતા હોય છે કે જાણે રસ્તા તેમના બાપનો હોય. રસ્તાને બાપનો બગીચો સમજીને બેઠેલા લોકો અનેક વખત એવા અકસ્માત સર્જતા હોય છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. રસ્તો ખાલી જોયો નથી કે લોકો વાહનની સ્પીડ એટલી બધી વધારી દે છે કે જો કોઈ સામેથી વાહન આવે તો વાહનને કંટ્રોલ કરવું અશક્ય બની જાય છે. ત્યારે એક ગોજારો અકસ્માત પાટણના હારીજમાં સર્જાયો છે. કાળ બનીને આવેલા ટ્રકે ત્રણ જીંદગીને કચડી નાખી. મળતી માહિતી અનુસાર ખોડીયાર માતાએ દર્શન કરવા પદયાત્રીઓ જઈ રહ્યા હતા.

News18 Gujarati

અકસ્માતમાં થયા ત્રણ લોકોના મોત, અનેક લોકોની હાલત ગંભીર 

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવામાં માટે જઈ રહ્યો હતો .હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. 

News18 Gujarati

અકસ્માત શબ્દ એટલો સામાન્ય બની ગયો છે કે...  

મહત્વનું છે કે અકસ્માતોની ઘટનામાં ભયંકર વધારો થયો છે. અકસ્માત થવો જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. અકસ્માતોમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કદાચ એટલા અકસ્માતો આપણે જોઈ લીધા છે, એટલા અકસ્માતો વિશે આપણે જાણીએ છીએ કે જો વધારે લોકોના મોત ના થયા હોય તો આપણને દુખ નથી થતું! જો અકસ્માતમાં એક કે બે વ્યક્તિનું મોત થયું હોય તો આપણને કદાચ એમ થાય કે ખાલી એક જ વ્યક્તિનું મોત થયું છે ને. આપણને ફરક ના પડે કદાચ આપણે મોટા આંકડા સાંભળવવા માટે ટેવાઈ ગયા હોઈ છીએ. ભલે એક વ્યક્તિ મોત પામે છે, તે આપણા માટે એક વ્યક્તિ હશે પરંતુ તેના પરિવાર માટે તે સર્વસ્વ હશે. કદાચ આપણામાં રહેલી માનવતા કદાચ મરી પરવારી છે કે એક વ્યક્તિનું મોત થયું હોય તો આપણને દુખ નથી થતું!     



ગુજરાતના અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એએમસી દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. 94 બેઠકોના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન થઈ રહ્યું છે. પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે.

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..