પાટીદાર સમાજમાં યુવતીઓની ભારે અછત, આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-04-16 14:39:36

ઉત્તર ગુજરાતના પાટીદારો વગદાર સમાજ ગણાય છે, પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સધ્ધર છે. જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, વીસનગર, પાટણ, ઊંઝા સહિતના શહેરો અને તેની આસપાસના ગામોમાં સાધન સંપન્ન પાટીદાર પરિવારોના યુવકોને પણ તેના સમાજની પાટીદાર યુવતીઓ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. આ જ કારણે પાટીદારોને બહારના રાજ્યોમાંથી કન્યાઓ લાવવી પડે છે. બૂંદેલખંડ,ઝારખંડ, મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે પાટીદાર યુવકોના લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ માટે મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિસનગરમાં યોજાયો સીતા સ્વયંવર


પાટીદાર કુર્મી મહાસભા દ્વારા મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં માત્ર 150 યુવતીઓને જ હાજર રહી હતી. આ યુવતીઓ મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર, બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી યુવતીઓ લગ્ન માટે લાવવામાં આવી હતી. આ સીતા સ્વંયવરનું આયોજન પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કર્યું હતું. જો કે આ કાયક્રમનો ફિયાસ્કો થયો હતો, લગ્નોત્સુક યુવાનો ભારે નિરાશા સાથે તેમના ઘરે પરત ફર્યા હતા.


શા માટે સર્જાઈ કન્યાઓની અછત?


ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં યુવતીઓની ભ્રુણ હત્યાનું ચલણ આજથી 30 વર્ષ રહેલાથી જ શરૂ ગયું હતું. પાટીદાર સમાજ આજે તે પાપની સજા ભોગવી રહ્યો છે. પાટીદારોમાં યુવકોની તુલનામાં યુવતીઓની સંખ્યા ચિંતાજનક હદે ઓછી છે. વર્તમાન સમયમાં સારો પગાર, સરકારી નોકરી, વિદેશ નિવાસ, કે પછી મોટી જમીન ધરાવતા  પાટીદાર યુવાનોને જ યુવતીઓ મળતી હોય છે. આ જ કારણે મધ્યમ વર્ગના પાટીદાર યુવાનો લગ્નની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં લગ્નના માર્કેટમાં તેમનો કોઈ ભાવ પણ પુછતું નથી. પરિસ્થિતી એટલી હદે વણસી છે કે કેટલાક યુવકોનો મહિને બે લાખનો  પગાર હોય તેમ છતાં તેમને યુવતી મળતી નથી. પાટીદારોમાં હવે સાટા પધ્ધતી તથા અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવાનું ચલણ વધ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે