પટણા HCનો મોટો ફેંસલો, બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ચાલુ રહેશે, નીતીશ સરકારને મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-08-01 16:02:05

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને લઈ પટણા હાઈકોર્ટે મહત્વો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરી ચાલુ રહેશે. પટણા હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર સ્ટે માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને આર્થિક સર્વે પર સ્ટે લગાવવા સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. નીતીશ કુમાર સરકાર માટે આ મોટા રાહત સમાચાર છે, હવે કહીં શકાય કે બિહારમાં ફરી એક વખત જાતિ આધારીત વસ્તી ગણતરીનો માર્ગ સાફ થઈ ગયો છે. 

 

નીતીશ સરકાર માટે મોટી રાહત


જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે અગાઉ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર પાસે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની સત્તા નથી. આ કેન્દ્ર સરકારનો અધિકાર છે, કેન્દ્ર સરકાર જ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી શકે છે. નીતીશ કુમાર સરકારે સ્પષ્ટપણે કાસ્ટ સર્વેનો નિર્ણય લીધો હતો, આ માટે કેન્દ્રથી અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ સરકારે પોતાના સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાનો ફેંશલો કર્યો હતો.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.