કોંગ્રેસના પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માગ્યું


  • Published By :
  • Published Date : 2022-10-31 17:20:44

ગુજરાતના મોરબીમાં જે દુર્ઘટના ઘટી તે મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે અને કાલે તેઓ મોરબી મુલાકાતે આવી રહ્યા છે તેની વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ મીડિયા ચેરમેન પવન ખેરાએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોરબીમાં ગઈકાલે ઝુલતો પુલ ધરાશાયી થતાં 130થી વધુ લોકોના મોત થયા છે. 


મોરબીમાં દુર્ઘટના થઈ છે અને પ્રધાનમંત્રી ટોપી પહેરીને ફરે છેઃ પવન ખેરા

દેશના પ્રધાનમંત્રીની જન્મ અને કર્મભૂમિ છે તેમના કાર્યક્રમ ચાલુ છે અફસોસ થાય છે દિલમાં દર્દ બધાને છે. પત્રકારોને છે, દેશના સામાન્ય લોકોને  છે, પરંતુ જે ગુજરાતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા તે આજે તે જ ગુજરાતમાં આવીને માફ કરજો પણ હેટ લગાવીને કાર્યક્રમ કરી રહ્યા છે. જોવાતું નથી અમારાથી, ફરિયાદ થથઈ છે પણ તેમાં કોઈ મંત્રી કે અધિકારીનું નામ નથી. અજંતા ટ્રસ્ટને મેઈન્ટેઈનેન્સ લેવાનો નિર્ણય કોનો હતો, તેનો જવાબ આવવો જોઈએ, શું રિબન કાપવાની જલ્દબાજીમાં પુલ ખોલી દેવામાં આવ્યો હતો, 12-17 રૂપિયાની ટિકિટમાં પુલ ખોલ્યો, અને આવી દુર્ઘટના ઘટે છે તેનો જવાબદાર કોણ છે. હું પૂછવા માગું છું કે માણસના જીવનની કોઈ કિંમત છે કે નહીં. 


મારા મનને મનાવીને અહીં આવ્યો છુંઃ પ્રધાનમંત્રી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. બનાસકાંઠના વિસ્તારોને પાણીદાર બનાવવાના પ્રોજેક્ટ મામલે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સવારે વડોદરામાં અને બપોરે બનાસકાંઠાની રેલીમાં મોરબીની દુર્ઘટનાને યાદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છું. પ્રધાનમંત્રીએ બનાસકાંઠામાં સંબોધનમાં દરમિયાન કહ્યું હતું કે હું મારા મનને મનાવીને અહીં આવ્યો છું. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે