Paytmના શેરોમાં ફરી ઘટાડો, 10 દિવસમાં રોકાણકારોના 26,000 કરોડ સ્વાહા


  • Published By :
  • Published Date : 2024-02-14 14:44:22

દેશની સૌથી મોટી ઓનલાઈન પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડના શેરોમાં ફરીથી મોટો ઘટાડો શરૂ થયો છે. માત્ર 10 દિવસમાં જ રોકાણકારોના લગભગ 26 હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. પેટીએમના શેરોમાં આ ઘટાડો એટલા માટે આવ્યો છે કારણ કે દેશના કિરાણા સ્ટોર્સે પેટીએમ પેમેન્ટનો ઉપયોગ  કરવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકે પણ તેના વલણમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેની અસર વન 97 કોમ્યુનિકએશનના શેરો પર થઈ છે.


આજે પેટીએમનો શેર 9 ટકા તુટ્યો


આજે બુધવારે પેટીએમનો શેર 9 ટકા જેટલો તુટ્યો છે. બિએસઈ પર તેનો ભાવ 344.90  રૂપિયાના નીચલા સ્તર પર આવી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કંપનીએ તેનું મૂલ્ય 55 ટકાથી વધુ ગુમાવી દીધું છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જોઈએ તો તે લગભગ 26 હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ગ્લોબલ બ્રોકિંગ ફર્મ  Macquarieએ આ અંડરપર્ફોર્મ રેટીંગ આપ્યું છે.  Macquarieએ તેના માટે રૂ. 275  ટારગેટ પ્રાઈઝ નક્કી કરી છે.   



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..