Rajasthanમાં આટલા ઓછા ભાવે ટામેટા ખરીદવા થઈ લોકોની પડાપડી! ભીડ ભેગી થતાં બોલાવી પડી પોલીસ, જુઓ પડાપડીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-07 10:38:37

ટામેટાના ભાવ લોકોને લાલ આંસુએ રોવડાવી રહી છે. માત્ર થોડા સમયની અંદર જ અનેક જગ્યાઓ પર ટામેટાના ભાવ અનેક ઘણા વધી ગયા છે. એવા પણ સમાચારો સામે આવી રહ્યા છીએ આવનાર દિવસોમાં હજી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ટામેટાના ભાવમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એવા પણ સમાચારો સાંભળવા મળ્યા હતા કે ડુંગળીના ભાવ પણ વધવાના છે. લોકો મોંઘવારીનો માર સહન કરી જ રહ્યા હતા ત્યાં રાજસ્થાનના જયપુરમાંથી ટામેટા મામલે અજીબ સમાચાર સામે આવ્યા છે જો કે અજીબ ન કહેવાય. કારણ કે આપણે ટામેટાના ભાવ વધ્યા ત્યારથી ટામેટાની ચોરીના સમાચારો તો જોયા છે પણ આજે સસ્તા ટમેટા લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ હતી જો કે સસ્તા ટામેટાની લૂંટ ન થાય તેના માટે પોલીસ પણ બોલાવવી પડી હતી.  

70 રૂપિયે કિલોના ભાવે ટામેટાં ખરીદવા આવેલી મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. જે બાદ માંડ માંડ ભીડે મામલો થાળે પાડ્યો હતો.

ઓછા ભાવે ટામેટા લેવા થઈ લોકોની પડાપડી!

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે શનિવારે ચાર સ્થળોએ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું હતું. ટામેટાં વેચવાનો સમય સવારે દસથી સાંજના સાત વાગ્યાનો હતો. હાલ બજારમાં ટામેટા સોનાના ભાવ સમાન મળી રહ્યા છે ત્યારે સસ્તા ટામેટા જોઈ લોકોનું ટોળું ભેગું થવું સ્વાભાવિક છે. એમ પણ જ્યાં સસ્તી વસ્તુ મળતી હોય ત્યાં લોકોનું ટોળું પણ જોવા મળતું હોય છે. હું ટામેટા લઈ લઉં, હું ટામેટા લઈ લઉંના ચક્કરમાં લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન જયપુરના રામનગર સ્થિત કેન્દ્ર પર વધુ ભીડને કારણે લોકો વચ્ચે ટામેટા લેવા માટે અંદરો અંદર મારામારી પણ થઈ હતી. પોતાના વારો માટે ટામેટાં લેવા પહોંચેલા લોકોએ જલદી ટામેટા લેવાના ચક્કરમાં લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.  માહોલ ખૂબ ઉગ્ર થઈ જતા રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘને વેચાણ બંધ કરવું પડ્યું હતું. જો કે સંઘે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસને બોલાવી લીધી હતી. થોડા સમય બાદ પોલીસની હાજરીમાં ફરીવાર વેચાણ ચાલુ કરવામાં આવ્યું હતું.

ટામેટાં વેચવા માટે રામનગરના સેન્ટર પર પોલીસ બોલાવવી પડી હતી.

70 રૂપિયે કિલો વેચાયા ટામેટા 

આમ તો જયપુરની બજારોમાં રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘે સાંજના સાત વાગ્યા સુધી ટામેટાં વેચવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ લોકોએ સંઘ પાસેથી એટલા ટામેટા લીધા કે લગભગ બપોરે બે વાગ્યે જ ટામેટાનો સ્ટોક ખતમ થઈ ગયો અને વેચાણ બંધ કરવું પડ્યું હતું. બપોર બાદ જ ટામેટાં ખતમ થઈ જતાં અનેક લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે શનિવાર પહેલા શુક્રવારે પણ કેન્દ્રો પર ઘણી ભીડ જોવા મળી હતી. રાજસ્થાનમાં લોકોને બજાર ભાવથી સસ્તા ટામેટા મળી રહે તેના માટે  NCCF એટલે કે નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટીવ ફેડરેશન જયપુરના ચાર કેન્દ્રો પર ટામેટા વેંચી રહી છે. જયપુરના મહેશ નગર, આનંદ ભવન, વૈશાલી નગર અને સોડાલા ખાતે શુક્રવાર અને શનિવાર એમ દિવસથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે