દારૂની પરમિટ લેવા લોકોની પડાપડી! દારૂની પરમીટ આપતા ગુજરાત સરકાર થઈ માલામાલ! આ કારણો આપી લોકો કરી રહ્યા છે દારૂની પરમિટ લેવા માટે અરજી!


  • Published By :
  • Published Date : 2024-02-27 15:08:57

ગુજરાતમાં દારૂબંધી છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત દારૂબંધીના ધજાગરા પણ ઉડતા આપણે જોયા છે. વીડિયો સમાચાર આપણી સામે આવે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરી દે છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં શરતો સાથે દારૂબંધીમાંથી છૂટ આપી છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પણ થયો પરંતુ તો પણ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ રહી. દારૂની પરમિટને કારણે સરકારની આવકમાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મેડિકલ સર્ટિફિકેટના આધારે લોકો દારૂની પરમિટ  માટે અરજી કરી રહ્યા છે. 


દારૂની પરમિટ લેવા આવી રહી છે અનેક અરજીઓ! 

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો બીજી તરફ દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મેડિકલ સર્ટીફિકેટના આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે અને સાથે સાથે સરકારની કમાણી પણ વધી છે. દારૂની પરમીટની ફીથી સરકારને 38.56 કરોડની આવક થઇ છે. વિધાનસભામાં આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. 



સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં થઈ આટલા કરોડની કમાણી!

એવી માહિતી પણ શેર કરવામાં આવી હતી કે 14,696 નવી અરજીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. સરકારને દારૂની નવી પરમિટથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, દારૂની પરમિટને કારણે સરકારને રૂ. 38.56 કરોડની આવક થઈ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે