અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી પણ લોકો ન શીખ્યા! જૂનાગઢની એ ઘટના જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:29:12

ગુજરાત એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી. પરંતુ આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે એસટી બસના સ્લોગનને ખોટા સાબિત કરી દે છે. કોઈ વખત એસટી બસના ડ્રાઈવરો ઓવરસ્પીડ કરતા દેખાય છે તો કોઈ વખત નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનાગઢનો હોવાનો મનાઈ રહ્યો છે. જૂનાગઢમાં એક તરફ વરસાદનો પ્રકોપ હતો તો બીજી તરફ એસટી બસની અડફેટે અનેક લોકો આવી ગયા હતા.  

પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સની મદદે ઉભા હતા લોકો 

જે વીડિયો સામે આવ્યા છે તે માટે કહેવાઈ રહ્યું છે કે જૂનાગઢમાં ST બસના ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા 2 લોકોને કચડી નાખ્યા. શનિવારે એક તરફ પૂરનો પ્રકોપ હતો, જેમાં એક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી. બંધ પડેલી એમ્બ્યુલન્સની મદદ કરવા બે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે જ એક ST બસ આવી અને બસ ચાલવાને કારણે પાણીનો માર્ગ અવરોધાયો હતો. બસના ધક્કાથી પાણી હાલક-ડોલક થયું હતું. પાણી ભરેલા રોડ પર બે-ત્રણ લોકો સામે હોવા છતાં બસ ડ્રાઈવરે ઘોર બેદરકારીથી બસ હંકારી અને પરિણામે બે લોકોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


જૂનાગઢમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

એ વીડિયો એકદમ હચમચાવી દે તેવો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વાડલા ફાટક પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એસટી બસની અટફેટે આવતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે કઈ રીતે બે લોકો બસના આગળના ભાગ અને પાછળના ભાગમાં ટકરાઈને વહેણમાં વહી રહ્યા છે. તેમ છતાં બસના એ નિર્દયી ડ્રાઈવરે બસ ચલાવવાની ચાલું જ રાખી. 


શા માટે ST વિભાગે આવી પૂર જેવી પરિસ્થિતિમાં ચાલું રાખી સેવા?

આ જોરદાર પ્રવાહમાં તણાયેલી બંને વ્યક્તિઓ માટે ઝાડ સહારો બન્યું અને જીવ બચી ગયો હતો. બીજા પાસામાં જોઈએ તો એવી વાત પણ સામે આવી છે કે બસ વાળો ઊભો રાખે તો એના પેસેન્જરને નુકસાન થાય એમ હતું અને જેવી પરિસ્થિતિ હતી તેમ ઊભું રાખવું પોસિબલ ન હતું. પણ મોટો સવાલ એ છે કે ST બસને આટલા પાણીમાં ઉતારી જ શા માટે? થોડા વરસાદમાં પાણીનું બહાનું કાઢીને નાના-નાના ગામોના રૂટ બંધ કરી દેનાર ST તંત્રએ આવી ગફલતભરી હિંમત કેમ કરી? મહત્વનું છે કે અમદાવાદમાં બનેલી ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે આવા અકસ્માતોને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે