અપ્રતિમ સુંદરતાની વચ્ચે ChhotaUdepurના તુરખેડામાં પીડાઓ વચ્ચે રહેતા લોકો, આદિવાસી વિસ્તારમાં જઈને સમસ્યા પૂછો તો જવાબ મળે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-30 11:39:16

ગુજરાતમાં વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસશીલ ગુજરાત જેવા ટેગલાઈન ગુજરાત માટે બોલવામાં આવે છે. દેશમાં ગુજરાતની અલગ છબી ઉભી કરવામાં આવી છે જેમાં ગુજરાત જાણે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું દર્શાવવામાં આવતું હોય છે. ગુજરાતના અનેક શહેરોમાં થતો વિકાસ જાણે આખા ગુજરાતમાં થઈ રહ્યો હોય તેવી રીતે ગર્વ લેવામાં આવે છે. શહેરોમાં વિકાસ થયો છે, અનેક ગામડાઓમાં પણ વિકાસ થયો છે પરંતુ જ્યારે તમે કહો છો કે આખું ગુજરાત જાણે વિકાસ મોડલ બની ગયું છે તો તમે ખોટા છો. આવા વાક્યો બોલતા પહેલા ગુજરાતમાં આવેલા એવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ જે આજે પણ સારા રસ્તા માટે, વીજળી માટે ઝંખી રહ્યા છે. 

જ્યારે શહેરના લોકો ગામડાની મુલાકાત કરે ત્યારે....  

અમે જ્યારે છોટાઉદેપુર જમાવટની પહેલી બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ પોતાની વેદના કહી તે આપણને દુખી કરી દે તેવી છે. જે વાત શહેરમાં રહેતા લોકોને સામાન્ય લાગતી હોય  ઘણી વખત એવું બને કે તે જ વસ્તુ ગામડામાં વસતા લોકોને આશીર્વાદ રૂપ લાગે. શહેરમાં આપણે ત્યાં 24 કલાક લાઈટો આવે, 24 કલાક પાણી નળથી આપણા ઘર સુધી પહોંચે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં વીજળી આવવી જ સપનું છે. જો ત્યાં વીજળી આવે તો ત્યાંના લોકોને તે ચમત્કારથી ઓછું ન લાગે. જ્યાં અમુક કલાકો માટે વીજળી નથી આવતી ત્યાં 24 કલાક વીજળીની વાત કરવી પણ જાણે મજાક લાગે. 

છોટાઉદેપુરનું તુરખેડા વિકાસ માટે ઝંખે છે! 

છોટાઉદેપુરમાં આવેલું તુરખેડા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ચોમાસાની સિઝનમાં જો તમે ત્યાંની મુલાકાત લો તો દરેક જગ્યાએ લીલોતરી દેખાય, પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો આપણી આંખોને ઠંડક પહોંચાડે. છોટાઉદેપુરનું તુરખેડા જેટલું કુદરતી રીતે સમૃદ્ધ છે, તેટલું વિકાસ ન હોવાને કારણે પછાત છે. આજે પણ ત્યાં વિકાસના કામો નથી થઈ રહ્યા. જે યોજનાઓ ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચવા નીકળે છે તે યોજનાઓ વાસ્તવમાં ત્યાં નથી પહોંચતી, કરોડો વાપરવામાં આવે છે ગામડાઓના વિકાસ પાછળ પરંતુ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ હોય છે. સારા રસ્તાની તો વાત દૂરની રહી પરંતુ પાકા અને સારા રસ્તા માટે પણ ત્યાં રહેતા લોકો તલસી રહ્યા છે.   


સરપંચે ગણાવ્યું તેમની પાસે શું નથી? 

જ્યારે અમે તુરખેડાના સરપંચ સાથે વાત કરી તેમની પીડાને જાણવાની કોશિશ કરી ત્યારે તેમની વાતોમાં તેમને પડતું દુખ, તેમની પીડાનો અનુભવ થતો હતો. રસ્તાના ન હોવાને કારણે 108 પણ ત્યાં નથી પહોંચી શક્તી. સમયસરની તો વાત દુરની રહી. જ્યારે કોઈ બિમાર પડે છે તે ત્યારે તેને ખાટલામાં બેસાડી 108 જ્યાં આવી શકે ત્યાં પહોંચાડવામાં આવે છે. અનેક વખત તો એવું પણ બને છે કે ખરાબ રસ્તા હોવાને કારણે દર્દીને વધારે પીડા સહન કરવી પડે છે. સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં શું નથી? ત્યારે જવાબમાં સરપંચે કહ્યું, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં દવાખાનું નથી. ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી. 

સરકારી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં સમજાય ગામડામાં રહેતા લોકોની પીડા! 

પરાકાષ્ઠાએ છે કે શહેરમાં અને સચિવાયલમાં, સરકારમાં બેઠેલા લોકોને ગામડામાં રહેતા લોકોની પીડાનો અહેસાસ પણ નથી હોતો. નેતાઓ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે કદાચ એ જણાવવાનું ભૂલી જતા હશે કે વિકાસ હજી ક્યાં નથી પહોંચ્યો. એવું પણ હોઈ શકે છે કે જ્યાં વિકાસ થયો હોય, રસ્તાઓ સારા હોય તે જ જગ્યાને સરકાર ગુજરાતમાં તે વિસ્તાર છે તેવું માનતી હોય. કારણ કે આજે પણ અંતરિયાળ વિસ્તારના ગામડા એવા છે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, શાળાઓ નથી પહોંચી, દવાખાના નથી પહોંચ્યા. અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચવી જોઈએ.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.