ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, બેનરમાં લખ્યું રોડ નહીં તો વોટ નહીં


  • Published By :
  • Published Date : 2022-11-07 15:15:37

ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકો પોત પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પોત પોતાની માગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ તો બોલી રહ્યા છે પરંતુ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અરવલ્લીમા ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે.


બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી  

છેલ્લા ઘણાં સમયથી ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામના લોકો સારા રસ્તા માટે તરસી રહ્યા છે. અલ્વાથી ખિલોડીયા સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બેનરો લગાવી દીધા છે. ચૂંટણી નજીક આવતા આવા બેનરો લાગી જવાથી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. 


ચૂંટણી સમયે મતદારો કરી રહ્યા છે પાર્ટીઓની અવગણના 

ચૂંટણી સમયે બેનરો લગાવી લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હોય છે. જે કામ વર્ષો સુધી ન થયા હોય, જે સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવી સમસ્યાનો ઉકેલ ચૂંટણી સમયે આવી જતો હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ઉમેદવાર મતદારોના અવાજ નથી સાંભળતા, તો ચૂંટણી સમયે મતદારો ઉમેદવારોની અવગણના કરી રહ્યા છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે