Surendranagar Loksabhaના ઉમેદવાર Chandu Sihorનાં વિરોધમાં કોળી સમાજના લોકો! ઉમેદવારને બદલવા ઉઠી માગ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 15:50:37

ભારતીય જનતા પાર્ટીની હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે કે રોજ સવાર પડે અને નવા ડખા શરૂ થઈ જશે.. વિરોધના વંટોળમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે તેવું લાગે છે..! લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તો આંતરિક ચાલતા ડખા ખુલ્લીને બહાર આવી રહ્યા છે. સાબરકાંઠાના ઉમેદવાર બદલાતા વિરોધ થયો, ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને લઈ વિવાદ છેડાયો છે.  

જો ઉમેદવારને નહીં બદલવામાં આવે તો... 

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ તો આ કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બીજેપી તુજશે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં તો વલસાડમાં ઉમેદવાર વિરોધ પત્રિકા કાંડ અને મનસુખ માંડવિયાના વિરોધ પોસ્ટર વોર અને હવે સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોરને નહીં બદલે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.   સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચૂવાળીયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નિર્ણય ન બદલે તો અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનોએ હાકલ કરી છે. 


'જો કોંગ્રેસ ટિકીટ આપશે તો...' -સોમાભાઈ ગાંડા

તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમાભાઇ ગાંડાએ સ્પષ્ટતા કરી હતી કે એ ટિકિટ માગવા નહીં જાય પણ જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. ઋત્વિક મકવાણાએ પણ તળપદા કોળી સમાજના આગેવાનોની વાત કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી. તો સુરેન્દ્રનગરમાં પણ વિરોધની જવાળા ફાટી છે અને ત્યાં પણ ખેલ પડી શકે છે. 



ભાજપની આ હાલત કોંગ્રેસીકરણને કારણે થઈ છે!

ભાજપ હંમેશાથી પોતાની માઇક્રો પ્લાનિંગ માટે ચર્ચામાં હોય છે. આ વખતે વિસ્તાર પ્રમાણે જાતિગત સમીકરણો પણ ગોઠવ્યા હતા પણ ભાજપની આ વખતે બધી બાજી ઊલટી પડતી દેખાય છે.  ગઈકાલે પણ સાબરકાંઠામાં હજારો લોકો કમલમ પર ભેગા થયા વિરોધ માટે. વિરોધ શેનો તેની વાત કરીએ તો ભીખાજીએ ચૂંટણી લડવાની ના પડી અને શોભના બેનને ટિકિટ આપી. ભીખાજીના સમર્થકો કહી રહ્યા છે કે ભીખાજીને ટિકીટ નહિં તો ભાજપને વોટ નહિ. ત્યારે ભાજપની આ સ્થિતિ અતિશય કોંગ્રેસીકરણ કરવાના કારણે થઈ છે એ સવાલ છે.. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.