Kshatriya Samajના લોકોમાં રોષ યથાવત! ક્ષત્રિય સમાજના સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મેં ફોન કર્યો પણ... સાંભળો તેમના નિવેદનને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 12:20:30

એક તરફ ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો કરવામાં આવી રહ્યા છે.... પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો આ વિવાદ ભાજપના વિવાદમાં ફેરવાઈ ગયો... ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે ભાજપનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો...

ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત!

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા છે.... પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે... ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની કોઈ અસર હજી સુધી દેખાઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..  ક્ષત્રિય સમાજના લોકોએ પોતાની લડાઈ ચાલૂ રાખી છે..! અનેક જગ્યાઓ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા.. ત્યારે થોડા દિવસ પહેલા યોજાયેલા સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર હતા અને તેમણે નિવેદન આપ્યું હતું.. 


શંકરસિંહ વાઘેલાએ અનેક વાતોનો કર્યો ઉલ્લેખ!

પોતાના નિવેદનમાં તેમણે સમાજની વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સી.આર.પાટીલના ફોનની વાત કરી હતી. ઉમેદવારને બદલવામાં આવે તે માટે તેમણે રજૂઆત કરી પરંતુ ઉમેદવાર બદલવામાં આવ્યો નહીં તેવું તેમણે કહ્યું.. ક્ષત્રિય સમાજની માગ હતી કે ઉમેદવાર બદલવામાં આવે અને નથી બદલવામાં આવ્યો તો તે તેનો વાંક નથી, પાર્ટીનો વાંક છે તેવી પણ વાત તેમણે સંબોધનમાં કરી હતી.. મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં  મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા..   



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....