આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણાની જનતા આપશે ચુકાદો, જમાવટ પર જુઓ પરિણામોની તમામ અપડેટ્સ


  • Published By :
  • Published Date : 2023-12-03 09:23:38

દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના મતદારોએ નવેમ્બરમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે  ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મિઝોરમમાં 4 ડિસેમ્બરે મતગણતરી થશે. આ રાજ્યોમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119 અને છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો છે. આ ચાર રાજ્યોમાંથી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. 


આજે 8 વાગ્યાથી મતગણતરી શરૂ 


પાંચ રાજ્યોમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. ચાર રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારબાદ અપડેટ સામે આવવા લાગશે. મિઝોરમમાં મત ગણતરી એક દિવસ આગળ વધી છે. એટલે કે હવે પરિણામ 4 ડિસેમ્બરે આવશે.હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે, જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો છે અને અનુક્રમે ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. ત્યારે તેલંગાણામાં બીઆરએસ સરકાર છે અને કે ચંદ્રશેખર રાવ સીએમ છે. આવી સ્થિતિમાં આ ચારેય મુખ્યમંત્રીઓના રાજકીય ભવિષ્ય અંગે આજે જનતા પોતાનો ચુકાદો આપશે.  

 

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી  ટક્કર


આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે, કે. ચંદ્રશેખર રાવ (KCR)ની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં 'હેટ્રિક' ફટકારવા માંગે છે. વિવિધ એક્ઝિટ પોલે પોતાના અનુમાનો આપ્યા છે. એક્ઝિટ પોલ કેટલા સચોટ સાબિત થશે તે આજે બપોર સુધીમાં ખબર પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરી સંબંધિત તમામ અપડેટ્સ માટે જમાવટ સાથે જોડાયેલા રહો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે