આ જિલ્લાઓના લોકોએ વરસાદ માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ શું કરી છે આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-01 16:39:47

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. એટલો ભારે વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો હતો કે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદના ત્રણ રાઉન્ડે સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. બંગાળમાં લો  પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળવાની છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આ અંગેની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યત્વે ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તરગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારસુધી ચોમાસાનો અનેક ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નવા નીરનું આગમન નદીમાં તેમજ ડેમમાં થયું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે