કલોલ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને લઈ લોકોમાં રોષ, પોલીસના લોક દરબારમાં નાગરિકે ઉઠાવ્યો સવાલ


  • Published By :
  • Published Date : 2023-12-08 21:16:12

રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અને કૂટણખાનાને રોકવા ગુજરાત પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરી હતી પણ આ ઝુંબેશ પૂરી થઈ એટલે બધુ રાબેતા મુજબ જેમ હતું તેમ ફરી શરૂ થઈ ગયું છે. આ જ બાબતે કલોલ પોલીસ દ્વારા યોજવામાં આવેલા દરબારમાં ઉપસ્થિત રહેલા એક જાગૃત નાગરિકે રેન્જ આઇજીને સવાલો કર્યા હતા તેમણે પુછ્યું કે કે ગાંધીનગરના કલોલમાં જાહેરમાં સ્પાના નામે દેહવ્યાપરનો ધંધો ચાલે છે તો પોલીસ તેને બંધ કેમ કરાવતી નથી? આ જાગૃત નાગરિકના સવાલ સાંભળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા.


જાગૃત નાગરિકે રેન્જ આઇજીને કર્યો સવાલ


કલોલમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવ ઉપસ્થિત હતા અને બધાની ફરિયાદો સાંભળતા હતા તે દરમ્યાન તે લોક દરબારમાં હાજર એક વ્યક્તિએ પોતાનો સવાલ રજુ કર્યો હતો. વિરલ ગિરિ નામની આ વ્યક્તિએ સીધા રેન્જ આઇજી ગાંધીનગર વીરેન્દ્ર યાદવને ઉદ્દેશીને જ શહેરમાં સ્પા સેન્ટરોના નામે ચાલતા દેહવ્યાપાર અંગે સવાલો કર્યા હતા. વિરલ ગિરિએ   સવાલ કર્યો કે પોલીસને ફોન કરીએ છીએ છતાં પણ પોલીસ આવતી નથી. પોલીસના નજર હેઠળ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે જે બંધ કરાવવામાં આવે. જો કે પોલીસે તેમને આ બાબતે કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આશા છે કે પોલીસ કાર્યવાહી કરશે. 


સપા સેન્ટરો સામેની ઝુંબેશ નબળી પડી


ગુજરાતનાં અનેક શહેરોમાં આ સપા સેન્ટરોનો ધંધો વ્હાઇટ કોલરનો ધંધો બન્યો હોય તોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ લોકો સપા સેન્ટરનું બોર્ડ લગાવી બહારથી મહિલાઓ અને છોકરીઓ બોલાવી દેહવ્યાપરનો ધંધો કરતાં હોય છે. ગુજરાતનાં યુવાધનને અવળા રસ્તે લઈ જાય છે બરબાદ કરે છે. આવા લોકો બેફામ બન્યા છે કારણ કે પોલીસે લગામ છૂટી મૂકી દીધી છે. અગાઉ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સપાટો બોલાવતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે તે ઝુંબેશ હવે નબળી પડી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે