Sabarkanthaમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ ખાતમુર્હૂર્ત વિધિ કરી ચાલતી પકડી! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-05 14:41:06

અનેક વખત આપણી સામે એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્થાનિકો ધારાસભ્યનો વિરોધ કરતા હોય, મંત્રીનો વિરોધ કરતા હોય છે. આજકાલ આવા વીડિયો આવવા સામાન્ય બની ગયા છે. ત્યારે આવો જ એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જનતાએ ભાજપના નેતાને પાવર બતાવ્યો અને કહી દીધું કે અહીં ભાજપ કઈ રીતે જીતે છે જોઈશું. મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે પણ ધારાસભ્યે ખાતમુર્હુત કર્યું મહિલાઓ બૂમો પાડતી રહી અને નેતાજીએ ચાલતી પકડી 

મહિલાઓએ નોંધાવ્યો વિરોધ 

સાબરકાંઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ ઘટના બની હિંમતનગરનાં રણછોડરાય નગરમાં. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 



વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ચાલું રાખ્યું ખાતમુહુર્ત 

એક તરફ મહિલાઓનો વિરોધ હતો તો બીજી તરફ ખાતમુહુર્ત કરવા માટે ધારાસભ્ય અડીખમ હતા. વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાઓની બુમાબુમ વચ્ચે ધારાસભ્યે ત્રિકમથી ખાતમુહૂર્ત કરીને ચાલતી પકડી હતી. પાલિકા પ્રમુખ સહિત પાલીકાનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.


જનતાની સામે તો કોઈ નેતાનું નહીં ચાલે 

એટલે જ કહીયે છીએ જનતાની સામે તો કોઈ નેતાનું ના ચાલે કામ તો કરવું જ પડશે. કારણ કે આ લોકશાહીનો દેશ છે. અહીં જનતાને ખબર છે કે કોને સિહાંસન પર બેસાડવા છે 




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..