પાકિસ્તાનમાં 290 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું પેટ્રોલ, સરકારે અડધી રાતે ભાવ વધારો કરતા હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-08-16 17:48:23

પાકિસ્તાનમાં વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતા હાહાકાર મચી ગયો છે. આઝાદીની ઉજવણી બાદ કિંમતોમાં વધારો કરાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. સરકારે  પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટરની વૃધ્ધી કરી છે. આ પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.    


 આજથી ભાવ વધારો અમલી


પાકિસ્તાનમાં નવા ભાવ વધારા બાદ પેટ્રોલ  17.50 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. નવી કિંમતો આજથી અમલી બની છે. આ ભાવ વધારા બાદ પેટ્રોલ 290.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ અગાઉ 1 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.    


અર્થતંત્ર બેહાલ સ્થિતીમાં


પાકિસ્તાનમાં હાલ આર્થિક નાદારીનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી, યુક્રેન-રશિયા યુધ્ધ, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉછાળો તથા દેશવ્યાપી ભયાનક પૂરના કારણે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તુટી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ દેશની આર્થિક  સ્થિતી પર ધ્યાન ન આપતા તથા સતત કૌભાંડોના કારણે હાલ આ પરિસ્થિતી સર્જાઈ છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.