Ayodhya Ram મંદિરની તસવીરો આવી સામે, અલૌકિક અને ભવ્ય મંદિરના ઘર બેઠા કરો દર્શન, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-09 11:50:19

અયોધ્યા... આ શબ્દમાં પણ શ્રદ્ધા છુપાઈ છે તેવી લાગણી અનુભવાતી હોય છે. ભગવાન રામ સાથે લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. નવ નિર્મિત મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાધુ સંતો, મઠાધીશ્વરો, અભિનેતાઓ, મોટી હસ્તીઓ સામેલ થવાની છે. આ બધા વચ્ચે રામ મંદિરની વિશેષતાઓ સામે આવી છે. રામ મંદિરની અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે.

 



રામ મંદિરની પ્રથમ ઝલક આવી સામે 

અનેક દાયકાઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. જે જગ્યા પર રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યા પર ભગવાન રામનું મંદિરનું નિર્માણ થવાનું. આ મંદિરને લઈ અનેક આંદોલનો થયા, કોર્ટ સુધી વાત પહોંચી અને તે બાદ ચૂકાદો આવ્યો. તે આખી વાત આપણે જાણીએ છીએ. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન ક્યારે થશે તે ક્ષણની તેમના ભક્તો આતુરતાથી રાહ જોતા હતા. રામ લલ્લાની મૂર્તિની જ્યારે મંદિરમાં સ્થાપના થશે ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ હશે. ભક્તોને આતુરતા હતી કે રામ મંદિર કેવું લાગતું હશે, તેની ઝાંખી જોવા માટે ભક્તો આતુર હતા ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે. મંદિરના ફોટોઝ, વીડિયો સામે આવ્યા છે જેમાં મંદિર કેવું છે તેના બતાવવામાં આવ્યું છે. 


Image

મંદિરની શું છે વિશેષતાઓ? 

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીને ઉત્તર ભારતીય મંદિર શૈલી કહેવામાં આવે છે. મંદિરની લંબાઈ 380 ફીટ છે, ઉંચાઈ 161 ફીટ છે, પહોળાઈ 250 ફીટ છે. મંદિરમાં કુલ ત્રણ માળ હશે. 392 કુલ સ્તંભ અને 44 દ્વાર હશે તેવી માહિતી સામે આવી છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બિરાજમાન હશે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ કદાચ તમારી આંખો પણ ખુશીના આંસુ આવી શકે છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે