Banaskanthaના Jadiyaમાં આવેલી આફ્તે આ વેપારીઓનું બધું છિનવી લીધું,સરકારે ન તો સર્વે કર્યો ન તો સહાય, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-18 13:53:26

જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય છે. જ્યારે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે સરકાર સર્વે કરાવે છે. સહાય આપવાની પણ જાહેરાત કરે છે. ત્યારે જમાવટમાં એક દર્શકે પોતાની વેદના રજૂ કરી હતી. એક વીડિયો શેર કર્યો હતો જેમાં વેપારી કહી રહ્યા છે, "નમસ્કાર જ્યારે કંઈ પણ આપત્તિ આવે ત્યારે લોકોના ઘર, રોજી રોટી બધુ છીનવાઇ જતું હોય છે. જો કોઈનું ઘર તૂટે ઘરવખરીને નુકશાન થાય કે પછી જો કોઈ ખેડૂતોને નુકશાન થાય તો સરકાર તે લોકોને સહાય કરે છે પણ જ્યારે કોઈ સામાન્ય વેપારીને નુકશાન થાય જે 2 કે 3 લાખનો સમાન લઈને વેપાર કરતો હોય તો એનું શું?

જડિયામાં દુકાનદાર ચલાવે છે દુકાન 

ખેડૂતોને જ્યારે જ્યારે કુદરતી આફતનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર તેમને સહાય આપે છે. પરંતુ જ્યારે કોઈ વેપારીને કુદરતી આફતને કારણે નુકસાન થાય છે ત્યારે તેને કોઈ સહાય આપવામાં આવતી નથી. આ વાતની રજૂઆત કરવા માટે અમારે ત્યાં એક ભાઈનો ફોન આવ્યો. તેમનું નામ છે ગોકુલ પુરોહિત. એ જડિયામાં રહે છે, ત્યાં આશાપુરા ફેશન, ફુટવેર, કટલરી તેમજ સ્ટેશનરી સ્ટોસૅ શોપિંગ સેન્ટર નામની તેમની દુકાન છે જે એ ભાડે રાખીને ચલાવે છે.


દુકાનદારને થયેલા નુકસાન અંગે નથી કરાયો સર્વે 

જ્યારે જૂનમાં બનાસકાંઠા અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડ્યો ત્યારે તેમની દુકાનમાં રહેલો માલ જેની કિંમત ૩થી૪ લાખ સુધીનો હતો, જેને  નુકશાન થયું છે. તેમની પાસે મોટા ભાગે પુસ્તકો, સ્ટેશનરી આઈટમો હતી જે તહેશ નહેશ થઈ ગઈ છે. તેમણે અમને એક પ્રશ્ન કર્યો કે આ પુરમાં જેમની ઘરવખરી નાશ પામી છે તેનુ, જેમની જમીન ધોવાણ થયું છે, જેમના પશુ મૃત પામ્યા છે, જેમનો પાક નાશ પામ્યો છે તે અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. જયારે દુકાનદારોના નુકશાન માટે સર્વે થયો નથી તો અમારું શું? 

વેપારીઓને પણ સહાય ચૂકવાય તે માટે વેપારીઓએ કરી અનેક રજૂઆત  

હવે આ પ્રશ્ન અમે પણ પૂછી રહ્યા છીએ કે જે નાના નાના વેપારીઓ આપણાં અર્થતંત્રને મજબૂત કરે છે જ્યારે કોઈ આપતી આવે ત્યારે તે લોકોના નુકશાનનું શું જો એ લોકોનો સર્વે થાય કે પછી ગણતરી કરવામાં આવે તો ખ્યાલ આવે કે કેટલું નુકશાન થયું છે? એ ભાઈ એમ કહે છે કે અમને લાગતું નથી કે સર્વે થશે, તો વેપારીઓ સાથે આવો અન્યાય કેમ? ત્યાં આવી 20 થી 25 એવી દુકાન છે જેને આટલું નુકશાન થયું છે. મહત્વનું છે સર્વે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તેમની રજૂઆતનો ઉકેલ આવ્યો નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે