કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર વિમાન ક્રેશ. વિમાનમાં સવાર પેસેન્જરોએ તેઓ કેટલા ભયભીત હતા અને શું અનુભવી રહ્યા હતા તે શેર કર્યુ.


  • Published By :
  • Published Date : 2025-02-18 16:54:45

અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા જેમાથી ત્રણની હાલત ગંભીર છે. ક્રેશ થયા બાદ વિમાન પલટી ખાઈને ઉંધુ થઈ ગયુ હતુ જેથી પેસેન્જરો પણ સીટમાં ઉંધા લટકતા હતા. પિઅર્સન કેનેડાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે આવો અકસ્માત સર્જાતા ઘણી ફ્લાઈટ્સ ડિલેય કરવામાં આવી અને 46 જેટલી ફ્લાઈટ્સ ઓટ્ટાવા, મોન્ટ્રીઅલ તેમજ અન્ય એરપોર્ટ્સ પર ડાઇવર્ટ કરવામાં આવી. વિમાન ક્રેશનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પીઅર્સનનનાં ફાયર ચીફ ટોડ ઈટકેને જણાવ્યું હતું કે રનવે સુકાઈ ગયો હતો તેના કારણે અકસ્માત સર્જાયો છે.

દૂર્ઘટનાનાં સમયે એરપોર્ટ પર જે સ્ટાફ મેમ્બર હાજર હતા તેમાનાં પરમિન્દરસિંહ ચૌહાણે કહ્યુ, આ દ્રશ્યો એક ડરામણા સપના જેવા હતા. તમે તેની કલ્પના પણ ન કરી શકો એટલા ભયાવહ દ્રશ્યો હતાં.

ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર કાર્લ્સન નામનાં એક પેસેન્જરે એક નાનકડા બાળક, વૃદ્ધ મહિલા તેમજ અન્ય પેસેન્જરોની બહાર નીકળવામાં મદદ કરી તેમજ કાર્લ્સને એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, તેણે ઝડપથી તેની પત્નીને મેસેજ કર્યો હતો કે, "હું તને પ્રેમ કરુ છુ, આપણા બાળકોને પ્રેમ કરુ છું." તેણે કહ્યુ, જેવા અમે બચીને બહાર નીકળ્યા અને થોડા દૂર ગયા કે તરત જ વિમાનમાં ધડાકો થયો, અન્ય એક પેસેન્જરે કહ્યુ અમે વિમાનમાં ચામાચિડીયાની જેમ ઉંધા લટકી રહ્યા હતા. એક એ કહ્યુ, મારુ મગજ સાવ ખાલી થઈ ગયુ હતુ,  મને કઈં સમજાતુ ન હતુ કે શુ થઈ રહ્યુ છે અને બચવા માટે હું શુ કરુ.  ક્રેશ થયેલા વિમાનમાં સવાર અનેક પેસેન્જરોએ તેઓ કેટલા ડરની લાગણી અનુભવી રહ્યા હતા અને કેવા ભયાવહ એ દ્રશ્યો હતા તે શેર કર્યુ હતુ.


આ એક જ મહિનાની બીજી વિમાન દૂર્ઘટના છે. આ પહેલા ગત 1 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ વિમાન ક્રેશ થયુ હતુ એ વખતે 6 લોકોનાં મૃત્યુ થયા હતા. ઉડાન ભર્યા પછી થોડીક જ વારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. 


આ ઉપરાંત 29 જાન્યુઆરીનાં રોજ અમેરિકાનાં વોશિંગટનમાં વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 60 થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા.






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે