સાધનામાં લીન થયેલા PM Modiને એટલી વિનંતી કે રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરજો...


  • Published By :
  • Published Date : 2024-06-01 11:39:26

ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરી રહ્યા છે... 45 કલાક તેઓ તપ કરવાના છે.. ધ્યાન કરવાના છે... સોશિયલ મીડિયા પર પીએમ મોદી ધ્યાન કરતા હોય, સૂર્યની ઉપાસના કરતા હોય તેવા અનેક વીડિયો તેમજ ફોટોઝ આપણે જોયા છે.. સોશિયલ મીડિયા પર ગઈકાલે પીએમ મોદીના તપની ચર્ચા થઈ.. ચૂંટણી પ્રચારની વ્યસ્તતા બાદ પીએમ મોદી ધ્યાન કરવા, મનને શાંત કરવા, દેશની ઉન્નતી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે... પીએમ મોદીના અનેક વીડિયો નેતાઓએ શેર કર્યા છે.. 



પીએમ મોદીને એટલી વિનંતી કે પોતાની પ્રાર્થનામાં..  

ત્યારે પીએમ મોદીને ગુજરાત વતી એટલી વિનંતી કરવી છે કે પોતાની પ્રાર્થનામાં રાજકોટમાં જે લોકો મોતને ભેટ્યા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરે.. તેવી પ્રાર્થના પણ કરે કે મૃતકોના પરિવારને આ દુ:ખ સહન કરવાની હિંમત પણ આપે.. તેવી પ્રાર્થના પણ પીએમ મોદી કરે કે આ ઘટનાના જે દોષિત છે તેમને છોડવામાં ના આવે.. થોડા સમય બાદ દોષિતો છૂટી ના જાય તે માટે પણ પ્રાર્થના પણ કરજો.. પીએમ મોદીને રાજકોટ વાસીઓ આટલી પ્રાર્થના કરતા હશે..



ગુજરાતમાં પીએમ મોદી માટે વપરાય છે પનોતા પુત્રનું સંબોધન      

પીએમ મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહીને સંબોધીએ છીએ.. પીએમ મોદી ગુજરાતના પુત્ર છે.. જ્યારે ગુજરાતીમાં પીએમ બોલે ત્યારે અનેક લોકોને ખુશી થાય કે ગુજરાતનો દીકરો પીએમ પદને શોભાવે છે.. ભલે સામાન્ય લોકોને પીએમ  મોદી સાથે ડાયરેક્ટ લેવા દેવા નથી પરંતુ તો પણ દિલના કોઈ ખુણામાં તેમને લાગે કે આપણો ગુજરાતી દેશની કમાન સંભાળી રહ્યો છે.. લોકોને આશા હોય છે કે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો પીએમ મોદી ગુજરાત આવી સાંત્વના વ્યક્ત કરશે.. 


 


રાજકોટથી થઈ હતી પીએમ મોદીના રાજકીય કારકિર્દીની શરૂઆત... 

પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટના માટે પીએમ મોદીએ માત્ર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.. ગુજરાતના લોકો, રાજકોટની જનતા પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટથી જ તેમણે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ કદાચ તેઓ ભૂલી ગયા હશે કે તેઓ ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ તેમને આગળ વધાર્યા છે.. રાજકીય કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચેલા પીએમ મોદીને પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કદાચ રાજકોટની મુલાકાત લઈ શકે છે તેવું લાગી રહ્યું છે... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.