Sanatan Dharm વિશે નેતાઓએ શું બોલવું તેની સલાહ આપી PM Modiએ, સલાહ મળતા Smriti Iraniએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-07 16:02:09

દેશમાં શું ચાલી રહ્યું છે? મોંઘવારી, બેરોજગારી, મણિપુરની હિંસા મુદ્દાને બાજુએ મૂકી G-20ની તૈયારી- દેશને કયા નામે બોલાવવું એના મતભેદ અને સનાતનને બીમારી ગણાવતા એક નેતાની ટિપ્પણી- જેના પર નેતાઓ અને મીડિયા કાગ આંખ રાખીને બેઠું છે, અને આવા સમયે ઈન્ડોનેશિયાના નાનકડા પ્રવાસે જતા પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રી અને નેતાને થોડી સલાહ આપી હતી. તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ પણ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  

પીએમ મોદીએ તમામ મંત્રીઓને આપી આ સલાહ 

G-20નું યજમાન ભારત દુનિયાભરના નેતાઓને આવકારવા તૈયાર છે, તેની કેટલાયે દિવસોથી તૈયારી ચાલી રહી છે, જો બાઈડનથી લઇ રિશી સુનક- એમ્યુનેલ મેક્રોન- જસ્ટિન ટ્રુડોવ સહિતના આંતરરાષ્ટ્રીય નેતાઓ દેશમાં પધારવાના છે, ત્યારે દેશમાં ચાલી રહેલી વિસંગતતા- કે વિવાદ પર કઈ રીતે વર્તવું કે બોલવું તે અંગે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સલાહ આપી - તેમણે સનાતન પર થઇ રહેલી ટિપ્પણીઓને યોગ્ય રીતે સ્પષ્ટતા અને તર્ક સાથે વળતો જવાબ આપવાની છૂટ આપી છે, આ બાદ ઘણા નેતાઓએ સનાતન મુદ્દે વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


ઈન્ડિયા અને ભારતના વિવાદ પર ન બોલવા માટે આપી સલાહ!

વધુમાં ઈન્ડિયા ના બદલે ભારતનો  વિવાદ ઉભો થયો છે તેમાટે પણ છે, બોલવામાં સંયમ વર્તવા કહ્યું છે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે અને G20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે એવા આદેશ એટલે કે સલાહ આપી છે. આમ બોલવા સાંભળવાની જે સલાહ મંત્રી પરિષદમાં આપી તેની માહિતી સૂત્રોના અહેવાલથી જાણવા મળી છે. મોદીજીના આ સનાતન મુદ્દેની સલાહ બાદ ઉદયનીધિ સ્ટાલિન જેમણે આ તણખા ઝરાવ્યા તેમણે પણ પોતાના નીવેદનમાં સ્પષ્ટતા આપતા અન્ય નેતાઓને જેમ કહી દીધું કે મારા નિવેદનનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ પણ આપ્યો જવાબ 

સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકો સનાતન ધર્મને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ધર્મ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં. 


શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." આ મામલે અલગ અલગ નેતાઓએ નિવેદન આપ્યું હતું ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નિવેદન આપ્યું છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.